________________
૧૯૪
[ મહાન ગુજરાત આ પ્રમાણે સ્તુતિ કરી, આચાર્ષદેવે મહારાજા સિધ્ધરાજ તથા સર્વે પ્રજાજનોને ખાત્રી કરી આપી કે, તે પણ ભાવપૂર્વક મહાદેવને પુજ્ય માની નમે છે
અહીં આચાર્યદેવ માટે જે કોઈને શંકાઓ ઉદ્દભવી હતી તેનું સમાધાન સને થયું. અને પ્રમાણેના કર્તવ્યથી આચાર્ય દેવની કીર્તિ પ્રભાવશાળી બની.
આ સમયે મહાદેવનાં મંદીરનો જીર્ણોધાર તથા ક્ષેત્રનાં સંરક્ષણાર્થે મહારાજાએ ઘણોજ ઉચ્ચ કોટીનો પ્રબંધ કર્યો. કાણું કે મહારાજ ભીમદેવનાં સમયમાં સોમનાથ મહાદેવના મંદીરનું ખંડન થયું હતું.
આ સ કળ ધન હરને પાર રહ્યો નહિ-ખુદ મહારાજાને–સુરિશ્વરજીના ઉચકેટીના ભાવનું પુરતુ આત્મજ્ઞાન થયું. ને તેઓ આ સમયે સુરિશ્વરને સાક્ષાત દેવાવતારી તુલ્ય માનવા લાગ્યા.
અહી પુજાનાથે- પુરતી રીતે ભેટ આપી. દરેકને પુરતી રીતે સતિશી મહારાજા સાથે શ્રીસંપ ત્યાંથી પાછો ફર્યો. અને શ્રીઅંબિકાદેવીના અધિષ્ટ કેટીનારનગરે આવ્યો. સૂરિશ્રી સાથે માતાના દર્શને જતા-રાજવીએ અતિ નતાથી-સરિશ્રીને જણાવ્યું કે, “હે દેવ? આપ અંબિકા માતાનું આરાધન કરી તેમને પૂછો કે-ગુજરાતની રાજગાદીપર મારી પછી કોણ આવશે?
સૂરીશ્રીએ અહીં ત્રણ આપવાસ (અટ્ટમ)ની તપશ્ચર્યા કરી. ધ્યાન પૂર્વક દેવીની આરાધના કરી. જેથી દેવી પ્રસન્ન થયા. અને સુરિશ્રીએ પુછેલા રાજગાદીને લગતા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે
સિદ્ધરાજના કાકા ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદ, અને તેમના પુત્ર ત્રિભુવનપાળ, જેઓ અત્યારે દેહસ્થલીમાં મંડલેશ્વર તરીકે છે, તેમને પુત્ર કુમારપાળ તે, સિધ્ધરાજ પછી-મહારાજા સંપ્રતિની માફક જન ધર્મનો ઉધ્યોત કરનારે પરમાહિત જન રાજવી તરીકે રાજગાદી ભોગવશે ને દીપાવશે. પણ તેના પછી રાજ્ય વિનાશ પામશે.'
અંબિકા માતાનું આ પ્રમાણેનું ભવિષ્ય સાંભળતા મહારાજાને ઘણે ભ થશે. કારણ કે – કુમારપાળની દાદીમા બહુલાદેવી એક કૃતિકાની કન્યા હતાં. જેથી મહારાજા ભીમદેવે દેહસ્થાળીમાં પાટણથી જુદો મહેલ બાંધી ત્યાં વસાવટ કર્યો હતો. અને પિતાની અન્ય રાણીઓને પાટણમાં રાખી હતી. ત્યારથી દેહસ્થળી ભીમદેવના વસવાટી ગામ તરીકે પ્રસિદ્ધ થયુ છે.