________________
મહારાજાની તીર્થયાત્રા - ]
૧૯૩ પછી આ તીર્થની મહત્તા સમજનાર રાજવી એ નીચે પ્રમાણે રાજ આજ્ઞા-જાહેર કરી કે “આ તીર્થમાં કોઈએ પણ આસનાદિપર બેસવું નહિ” શાપર નિંદ્રા લેવી નહિ, ભજન કે રિસેઇ કરવી નહિ. સ્ત્રી સંગ કર નહિ, સુતિકા કર્મ કરવુ નહિતેમજ દહી મંથન કરવુ. નહિ.” આ પ્રમાણેની સિધ્ધરાજની રાજ્ય આજ્ઞાનું પાલન આજ સુધી પુરતી રીતે થઈ રહ્યું છે ને રાજ આજ્ઞા શ ધવની રહી છે. અડી જયદેવ મહારાજે સુવર્ણ રત્ન, અને શ્રેષ્ટ પ્રકારના પુષથી ભગવંતને પુછ-ત્યાંથી રાજવી ગિરિરાજ પરના અંબીકા માતાના મંદીરે પધાર્યા.
જ્યાં દેવીનું પૂજન ભાવ પૂર્વક કર્યું. માતાને પ્રણામ કર્યા. ગિરિરાજના ઉચ શીખર પર ચડી રાજવીએ તીર્થરાજને ભાવ પૂર્વક વંદન કર્યું.
આ પ્રમાણે બે મહાન જન તીર્થોની જાત્રા કરી સુખરૂપ સંઘ શ્રી શ્રી સોમનાથ મહાદેવના દર્શને પ્રભાસ પાટણ આવી પહોંચ્યો. આ પ્રભાવ. શાળી તીર્થ ઉપર રાજમાતા મીનલદેવીની અત્યંત શ્રદ્ધા હતી. ખુદ સોમનાથ મહાદે-રાજમાતાને સ્વપ્નમાં સાક્ષાત્કારે દર્શન દઈ–પિતાનો પ્રભાવ દર્શાવ્યો હતે. અહીં દેવમંદીરમાં સ્તુતિ અને આરાધન સમયે મહારાજા સિદ્ધરાજ સાથે શ્રી હેમચંદ્રાચાર્ય અને તેને શિષ્ય સમુદાય પણ હતું
ખુદ આચાર્યદેવે પણ ગદ્ગદિત કંઠે સોમનાથ મહાદેવની સવે સમુદાય સન્મુખ નીચે પ્રમાણે સ્તુતિ કરી.
भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा, हरी जिनी वा नमस्तस्मै ॥ ' અર્થ-ભવના બીજને અંકુર ઉત્પન્ન કરનાર એવા રાગદ્વેષ વિગેરે દે જેના ક્ષય પામ્યા છે તે ગમે તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય, કે જિન હોય તેને નમસ્કાર કરીએ છીએ.
" यत्र तत्र समये यथा तथा, योसि सोस्यभिधया यया तया। वीतदोषकलुषः स चेद् भवा-नेक एव भगवन्नमोस्तुते" ॥१॥
ગમે તે સમયે ( શાસ્ત્ર) માં ગમે તે રીતે અને ગમે તે નામથી જે તે, તમે દેશની કલુષિત રહિત છે. તે હે ભગવન! તમે એકજ છે માટે તમને નમસ્કાર છે.