________________
પાટણની રાજસભાનો ધર્મવાદ] *
૧૧૯ મધ્યસ્થનું મૂલ્યાંકન વાસ્તવિક માણ્યથી જ થતું. સમર્થ વિદ્વાન એવા વાદી પ્રતિવાદીમાં પણ વિજયને પચાવવાનું તથા પરાજયને ગળી જવાનું ખમીર હતું, નિદાન એ કે એ વાદ ધર્મવાદ હતો, વાદી, પ્રતિવાદીને રાજાને, પ્રજોને, રાષ્ટ્રને સર્વને ધર્મપ્રેમી જવલંત હતો. આજ તે નાદ એટલા વાદ અને સાદ એટલા કિસાદઃ કારણ કે મૂલમાં છે ચેતનવાદને ચરનારો જાલિમ જડવાદ! ત્યાં ધર્મવાદ તે શું પણ ધર્મની વાતના વાંધા છે! ધર્મ અને પવિત્ર દેવસ્થાનોની સામે મરચા એ આજનું વિજ્ઞાન, આજની પ્રગતિ, આજનો વાદ, નાદ, સાદ જે કહો તે એનું પરિણું મ ? દ્રષ્ટિ સમક્ષ પ્રત્યા છે. શું આજે ધર્મચાળણીએ ચળાવવાનો દુર્ધર પ્રસંગ પ્રાપ્ત થયો છે ? ઘમંડનું ઘેન!
ધર્મવાદ પ્રસંગે માધ્યને સંપૂર્ણ સંરક્ષનાર, તમામ વિદ્વાનોને હાર્દિક આવકાર આપનાર, વિઠતા પ્રેમી ગુર્જર નરેશમાં એક વિષમ પળે, ભરસભામાં, અભિમાને પ્રવેશ કર્યો, કલિ પ્રવેશતાંજ નલ રાજા જેવા પુણ્ય બ્લેક રાજાની મતિએ કેવી અવળી ગતિ કરી હતી ? સંપૂર્ણ શિસ્તને સાચવનાર સિદ્ધરાજે ભરસભામાં શ્રી વરસૂરિજીને હસતાં હસતાં, અંગમાં પ્રવેશેલ રાજમદના રંગથી, કહ્યું: “સૂરિજી ! રાજ્યાશ્રયથી તમારું તેજ કેવું દીપે છે?' સુરિજી નરેશની નાદાનિયત કળી ગયા, દયા આવી. પિતે આચાર્ય હતા એટલે આચાર્ય પદની પ્રતિક્ષા પર પ્રહાર ન સાંખી શકે, શાસન પર, શાસનના કોઈ પણ અંગ પર થતો પ્રહાર, શાસનને સમ પંયેલ સામાન્ય સાધુ પણ ન સાંખે તો શાસનના સ્તંભ સમા સુરિજી સાંખે ખરા? ભરસભામાં રાજાને આવો કટાક્ષયુકત શબ્દ પ્રહાર સુરિજીને હાડોહાડ લાગે. તથાપિ કરણાભર્યા હદયવાળા શ્રી વીરસૂરીજી બોલ્યા, “રાજન! શાન્ત પાપ” ત્યારે મતિભ્રમ દુર થાઓ.
શું ગુજરાતને નાથ આજે ઘમંડના ઘેનથી ઘેરાય છે? કે એથીજ એને વિવેક આ પ્રમાણે વેરાયો છે?”
સુરિજીનું સ્પષ્ટ કથન.
પ્રતિભા સંપન્ન સુરિજીનાં આ વચનોથી સભા સ્તબ્ધ થઈ ગઈ, અને રાજાના મુખ તરફ અવલેકવા લાગી, ત્યાં તો સુરિજીનાં વચનો ફરીથી સંભળાયાં રાજેશ્રીને આ અભિમાન ! ન છાજે, ન છાજે, એક આસ્તિક નરેશને આ ન