________________
-
-
-
[ મહાન ગુજરાત માફક અનેક વખત શ્રીમદ્ સુરિશ્વરજી તેમજ અન્ય વિદ્વાન મુનીમહારાજે પણ વિદ્યાપીઠમાં હાજર રહી દેશની મહાન સેવા બજાવતા
યુદ્ધપટુ તેમજ શિક્ષણ કુશળ વિદ્યાર્થીઓના ઉત્સાહની અભિવૃધિ અર્થે રાજ્ય તરફથી શિષ્યવૃતીઓ અને પરિષિકે અપાતા.
આ વ્યાકરણનો પ્રચાર તે કાળે બંગાળ મહારાષ્ટ્ર અને માળવામાં પણ ચાલુ થશે. અને વિદ્યાર્થીઓને તેનું જ્ઞાન પુરતી રીતે મળવા લાગ્યું.
આ પ્રમાણે સિદ્ધહેમ વ્યાકરણે આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસુરિજી અને મહારાજા સિદ્ધરાજની અક્ષય કીતિને દેશભરમાં ફેલાવી.
આ વ્યાકરણની રચનાથી સમસ્ત ગુજરાતમાં તે પૂર્વે ચાલતા થાકરણે બાજુ પર મુકાયા, અને આ વ્યાકરણ ગ્રંથે તેનું સ્થાન પ્રાપ્ત કીધું.
આ વ્યાકરણમાં સંસ્કૃત ભાષાનું જ્ઞાન ઉપરાંત વ્યાપક પ્રાકૃત ભાષાનું– જેને આર્ષ, પ્રાકૃતનું, નાટકમાં વપરાતી શેર પ્રાંતિક ભાષાઓનું અને આચાર્ય શ્રીના સમય સુધીમાં સ્થીર સ્વરૂપને પામેલી અપભ્રંશ-ગુજરાતી ભાષા, સમાએલ છે. એટલે ગુજરાતી ભાષાની વ્યુત્પતિ અને બીજી ભાષાઓના ઈતિહાસ અને ધાર્મિક ગ્રંથ શીખનારાઓ માટે આના જેવું બીજી વ્યાકર ભાગ્યેજ વર્તમાને પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે.
પાણિનીએ પિતાના આઠમા અધ્યાયમાં, જેમ વૈદિક વ્યાકરણને સ્થાન આપ્યું છે, તે મુજબ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ સિદ્ધહેમ વ્યાકરણના આઠમા અધ્યાયમાં આ પ્રમાણે સરસ સબંધ પૂર્વક ગોઠવ્યું છે.
સ્વરચીત વ્યાકરણની કૃતિ સફલતાને પ્રાપ્ત થએલ ઈ સુરિજીને સંતોષ છે. કરેલ કાર્યને મળેલ રાજયાશ્રયનો લાભ શ્રીમદ સુરિશ્રીએ પુરતી રીતે લીધે. જેમ પોતે અભિધાન ચિંતામણી” નામને ટીકા સહીતને મોટો શબ્દકોશ તેમજ વૈદિક નિઘંટુ, દેશી નામમાળા' દેશી ભાષાનો શબદકાશ, “ધાતુ પારાયણું” અલંકારના જીજ્ઞાસુઓ માટે મોટી ટીકા વાળુ “કાવ્યાનું શાસન છંદના અભ્યાસ માટે પૂર્વે કોઈએ ન બનાવ્યું હોય તેવું “છનું શાસન અને ઈતિહાસના અભ્યાસીઓ માટે ચાવડા અને સોલંકી વંશના સત્ય ઇતિહાસથી ભરપૂર અને પ્રમાણભુત “દ્વાશ્રય મહાકાવ્ય” સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં બનાવી સુરિશ્રીએ ગુજરાતને ભારે ઋણી કર્યું એટલુજ નહિ પણ આ કાલીન ગુજરાતની ગ્રંથદારિદ્રતા તેમને દુર કરી આ પ્રમાણે વ્યાક રણ ગ્રંથની રચના ૧૧૯૪ થી ૧૧૯૭ સુધીમાં થઈ. તત્પશ્ચાત મહારાજા સિધરાજ માત્ર બે વર્ષ જ જીવ્યાં..