________________
૧૯૦
[મહાન ગુજરાત
(૧). મહારાજાએ તીર્થયાત્રાને પાકો સંકલ્પ કર્યો. સુરિશ્રી હેમચંદ્રાચાર્ય તેમજ પાટણના સર્વે જૈનાચાર્યો, મુનિ મહારાજ, નગર મહાજન, સનાતન ધર્મના મહાન વિશ્વાન પંડીતે, સન્યાસીઓ, અને સમસ્ત પાટણના નગર જનેને યાત્રાએ સાથે આવવાનું આમંત્રણ રાજ તરફથી રાજપડહ વગડાવી અપાયું. આ પડહમાં જણાવવામાં આવ્યું કે-“રાજવી? સોમનાથ, ગિરનાર, શેત્રુ જય, આદિ મહાન તીર્થોની યાત્રાએ જાય છે. તે, જેમને સાથે આવવું હોય તેમણે પોત પોતાના 'ઉપકરણે સાથે લઈ યાત્રાએ આવવું. માણસ દીઠ માત્ર ૪ કમથી કશું વધુ લેવામાં આવશે નહિ. સન્યાસીઓ, તેમ જ સાધુઓને ખર્ચ રાજભગવી લેશે.'
ગુર્જરના ૩૦૦ વર્ષના ઇતિહાસમાં આ અપુર્વ પ્રભાવશાલી સંધ રાજવી સાથેને તીર્થયાત્રાએ ગયો હોય તેવો આ પ્રથમજ દાખલો હોવાથી પાટણવાસીઓએ અતિ ઉત્સાહથી સંઘમાં રહી તીર્થયાત્રાનો પુરો લાભ લીધે.
| વિક્રમ સંવત ૧૧૯૭માં એટલે મહારાજા જયદેવના સ્વર્ગવાસના માત્ર બેજ વર્ષ પૂર્વે–આ પ્રભાવશાળી સંધ નીક. હતું. જેમાં હાથીઓ, ઉંટો, બેલગાડઓ અને વહાણનો પાર ન હતું. જેમાં સંખ્યાબંધ પાલખીઓ તેમજ સુખાસનો પણ હતા. જેમાં કોટયાધિશથી લગાવી ગરીબમાં ગરીબ નાગરીક પણ ઉત્સાહથી યાત્રાએ ગએલ હતા.
આ સંઘમાં પાદુકાવિહારી જન સાધુઓ ઉપરાંત સન્યાસીઓ પણ હતા પ્રજાજણ પપૈકી સંખ્યાબંધ વેતાંબર અને દિગંબર જૈન સંપ્રદાય પણ સાથે હતા તેમજ ગમતિ વિગેરે અનેક સંપદાયના યાત્રાળુઓએ પણ તેમાં ભાગ લીધે હતા.
સમુદ્રની જેમ ગાજતે, નાહના મહટા શહેરમાં પડાવ કરતે. આ સંધ, દરેક ગામોના દેવમંદીરે, ઉપાશ્રયે, મઠ, ધર્મશાળાઓ, અને દુ:ખીજનેને પુણે ઉદ્ધાર કરતે, શ્રીસંઘ વલભીપુર થઈ શત્રુ જ્યના રાજમાર્ગે આવી ચઢ.
સંધમાં અન્ય જાત્રાળુઓ માફક ભાવિક મહારાજા પણ “મેજ ડીએ” (ઉપામહ) વિના ખુલ્લા પગે, પૂ. આચાર્યદેવ, મુનિ મહારાજે અને મહાજનના