________________
ખંડ ૬ ઠે
પ્રકરણ ૧ લું
મહારાજાની તીર્થયાત્રા મહારાજા જ્યદેવને રાણકદેવી, જસમા ઓઢણ, અને કચ્છના રાણા લાખાજીની માતાએ આપેલ શ્રાપના કારણે સોળ સોળ રાણીઓ હોવા છતા સંતતિ થઈ નહિ. સંતતિ ભુખ્યા રાજવીએ પ્રજોત્પતિના ઉપાય તરીકે શ્રી હેમચંદ્રાચાર્ય સાથે તીર્થયાત્રાએ જઈ તીર્થ અને પ્રભુ દર્શનને ભકિતથી પાવન થઈ, ત્યાંથી વળતા કોઈપણું તીર્થમાં અધિષ્ઠાયક દેવદેવીને આચાર્યશ્રીની મદદથી પ્રસન્ન કરી. પિતાના વંશની રક્ષા માટે બે શબ્દો પુછવાની જીજ્ઞાશા થઈ.
કુમારપાળ અંગરક્ષક તરીકે હમેશા સિધ્ધરાજની સેવામાં હાજર રહેતા હતા. જેથી તેમને પણ શ્રી હેમચંદ્રચાય સાથે ઘણો જ સારો સબંધ બંધાયો હતું. તેઓ પણ મહારાજાની સાથે હંમેશા ઉપાશ્રયે આવી નિયમિત બર્મિક વ્યાખ્યાને શ્રવણ કરવા લાગ્યા. પરિણામે આચાર્યદેવની દેશના અને પ્રતિબોધથી તેમને સ્વદારા સંતોષીવૃત” અંગીકાર ક્યુ. આ વ્રત તેમને સત્યગુણી, કીતિ વધારનારૂ અને અભ્યોદયના માર્ગે દેરાવનારૂં બન્યું.
કુમારપાળ બહુદાએ પાટણમાં જ રહેતા હતા. જેમના વડીલ બંધુ મહિપાળ તથા કીતિપાળ પાટણ નજદીકના દેહસ્થલીમાં રાજ્ય કરતા હતા.
| દેહલી અને પાટણ વચ્ચે થાડા ગાઉનું આંતરૂ હતું. જેથી કુમાર પાળનું કુટુંબ દેહસ્થલી રહેતું. જેમની માતા કાશમીરીદેવી માટે બને સ્થળો લગભગ સમાનજ હતા. કુમારપાળના પિતા મંડલેશ્વર ત્રિભુવનપાળ
પાટણના મંડલેશ્વર અને ભદરાજ તરીકે, લા. સુધીના પ્રદેશનું વીરતાથી : રક્ષણ કરી સોલંકી વંશની કીર્તિ ગજવી રહ્યા હતા. તેમજ આચાર્યશ્રીની
સેવામાં તેઓ પિતાના જીવનની સાર્થકતા માનતા હતા.