________________
પ્રકરણ ૫ મુ સુધિરોની સાહિત્ય કૃતિ
શ્રીમદ્દ હેમસૂરિશ્રીના સ્વર્ગવાસ બાદ્ર શબ્દાનુશાસન પર અનેક ટીકા રચાઇ છે. તેમજ મૃહુદ-મધ્યમને લધુ-વ્યાકરણના જુદા જુદા વિભાગે પર પણ ટીકાઓ લખાઇ છે,
આ વ્યાકરણ પરથી શ્રી, દેવાનંદે વિ. સંવત ૧૬૩૪માં સિધ્વ સારસ્વત” નામનું વ્યાકરણ રચ્યું તેમજ તેના ઉપર ‘હેમ પ્રકાશ” નામને ૩૪૦૦૦ શ્લાક પ્રમાણુના ગ્રંથ રચ્યા. જે, આજે પણ વિદ્યમાન છે. દુગપદ' વ્યાખ્યા નામના અને લઘુપદ ન્યાસ” નામતા ૩૦૦૦૦ શ્લોક પ્રમાણુ ગ્રંથ પણ તેમણે રચ્યું! આ ગ્રંથ પણ સિધ્ધહેમ સહિત વિદ્યમાન છે.
વાદિદેવસુરની પા થએલા વિદ્યાધર ગણિએ સવંત ૧૩૬૮માં બ્રૂહદવું !” પરથી દીપિકા' રચી અને એજ વ્યાકરણ પર શ્રી રત્નશૈખરસુરિએ અવસૃષ્ટિ રચી. ક્રમેશ મહેાપાધ્યાય શ્રી મેઘવિજયજીએ એના ઉપરથી ‘ ચંદ્રપ્રભા ‘(હોમ કૌમુદી)” વ્યાકરણ રચ્યુ અને તેના પર શ્રી હેમચ ગણિએ ન્યાયસંગ્રહ તેમજ ન્યાયમંજીષા ટીકા રચી. આ સિવાય સિદ્ધહેમ મધ્યમવૃત્તિ હોવાના પણ સંભવ છે, શ્રી હેમચંદ્રાચાય ના ધાતુ પારાયણ સક્ષેપ્ત' ગ્રંથ ગુણરત્નસુરિએ' ક્રિયારત સમુચ્ચય' નામના ગ્રંથ રચ્યા
પરથી શ્રી
આ સિવાય હાલમાં પણ વ્યાકરણ ઉપયોગી ધાતુરત્નાકર, હેમધ તુમાલા વિગેરે અનેક પ્રથા મેાજૂદ છે; અને વ્યાકરણના અનેક નવા નવા ગ્રંથા બહાર પડતા જાય છે.
આજ વ્યાકરણના સિધ્ધ કરેલા સહસ્રલિંગ શબ્દોના સગ્રહુર્િ રાજ્ સમુચય નામથી શ્રી અમચંદ સુરિએ પ્રસિધ્ધ કર્યાં. વમાને વિદ્યમાન એવા આચાર્યાએ પણ આ વ્યાકરણ પર યથાશક્તિ ફાળા આપ્યા છે. સુરિસમ્રાટ શ્રી વિજયનેમિસુરિજીએ આજ વ્યાકરણ પરથી પ્રક્રિયાક્રમે બૃહદ હેમપ્રભા, લહેમપ્રભા, અને પર્મ લહેમપ્રભા રચ્યાં છે.