________________
૧૩૪
[મહાન ગુજરાત મારી અભિલાષા છે કે આપની શિષ્યા બની મારી અધુરી કળામાં મારે નિપુણ બનવું! જેથી કોઈપણ જાતના સંકોચ વગર હે દેવ ? તમારે મારે ત્યાં રહેવુ. તમારી દરેક જાતની ઉચકાટીની સગવડ અમારા તરફથી રાખવામાં આવશે. જેને સર્વે સંગીતકારોએ બહુમતી આપી, વામનજીએ આનાકાની વચ્ચે દેવદત્તાતી માગણીને સ્વીકાર કર્યો. અને વારાંગના ભવનમાં રહી રાજ વૈભવીસુખ કુમાર ભેગવવા લાગે.
* માત્ર થોડા દીવસના સમાગમમાં ગુરૂ શિષ્યાના ગાઢ સમાગમે અદભુત પ્રેમ જ્યોત જગાવી. ગુણિકાપુત્રી દેવદત્તાએ પિતાનું સર્વસ્વ વામનરાજના ચરણે ધરી કહ્યું કે, હે વામનગુરૂ? માત્ર બે દિવસના આપના સમાગમથ મને ખાત્રી થાય છે કે, આપ કઈ ભવ્ય રૂપધારી રાજવંશી પુરૂષ છે. માટે આપની ચરણોની સેવા ઇછતી આ દત્તા આપને નમ્રતાપુર્વક અરજ કરે છે કે, આપના મુળ સ્વરુપનું દિવ્યદર્શન કરાવો. અને પ્રેમભિક્ષાની અભિલાષી દેવદતને પાવન કરે. દેવદત્તાનું અપુર્વ પ્રેમબોધન જોઈ મુળદેવે ગુટીકાના પ્રભાવે પિતાનું મુળ ગૌરવશાલી રૂ૫નું દર્શન કરાવ્યું. પછી પુછવું જ શું? આ બન્ને વચ્ચે સ્યુલિભદ અને કૌષ્યા જેવો એક તારી વીણા જેવો પ્રેમ સંબંધ બંધાય. સ્નેહ વર્ધક મધુર હાસ્યમયે વચનોથી આકર્ષાએલી દેવદતા મુળદેવમય બની. અને બન્નેના સંબંધની પાટલીપુત્રમાં પ્રશંશા થવા લાગી.
આ પ્રેમ સાધનામાં મુળદેવો ભાવ એ હતું કે, પિતાને બાહુબળે ભાગ્ય પરીક્ષા કરવી હતી. જેમાં રાજસભામાં મહારાજા સાથે સંબંધ બાંધવામાં દેવદત્તા ગુણિકાજ તેને યોગ્ય પાત્ર લાગી. કે, જેને સંબંધ મગધનરેશ સાથે પુરતે હતે.
(૩)
કુદરતની કોઈ અજબજ કરામત છે કે, ભાગ્યશાળી અત્માઓ માટે સુગની પ્રાપ્તિ તે ધાર્યા કરતા ત્વરીતગતીથી કરી આપે છે. તે પ્રમાણે અહીં બન્યું.
એક દિવસ મગધરાજ તરફથી દેવદતાને રાજમહેલમાં નૃત્ય માટેનું આમંત્રણ મળ્યું. જયાં તબલચી તરિકે રાજકુમાર મુળદેવ તેની સાથે ગયે.
સંગીત સમારંભમાં દેવદરતા સાથે પિતાની સંગીત કળાને પ્રભાવ મગધરાજ અને મહેમાનને બતાલાવતા અને સંગીતની ધૂનમાં લીન કર્યા.