________________
૧૪૪
[ મહાન ગુજરાત હે શેઠશ્રી ? મને પણ મારી ઉધ્ધતાઈ ભરી વર્તનનું, તેમજ વ્યર્સનનું, પુરતું ફળ પાટલીપુત્રમાંજ દેવદત્તાના ભુવને, આપના અને આકા માતે મળ્યું છે. આપના કારણે જ પરમ પશ્ચાતાપે જ મારો ઉદય થવાથી, આપને આ સમયે મારા ઉપકાર માનું છું. ધવલ શેઠને જે પ્રમાણે શ્રીપાળરાજ બહુમાનથી માનનીય માન્યા હતા તે મુજબ હું આપને મારા ઉપકારી ગણી, કેઈપણ જાતની જકાત વગર વેપાર કરવાની નગરમાં પુરતી છુટ આપું છું. તેમજ મગધરાજ છતશત્ર પર આપને નગર પ્રવેશ બંધીને હુકમ પાછો ખેંચી લેવા, અને આપનું ત્યાં પણ બહુમાન કરવા ભલામણ કરું છું, આ પ્રમાણે કહી અપકારના બદલામાં ઉપકાર તરિકે અચળ શેઠને પરતી રીતે રાજમાન આપી માન પૂર્વક તેને સંથી વિદાયે આપી ગૌરવ કર્યું.
મગધના શાહસોદાગરે જકાત માફીથી આ સમયે પુષ્કળ ધન પ્રાપ્તિ કરી, પછી મુળરાજને પત્ર લઈ તે પાટલીપુત્ર ગયે. ત્યાં રાજ તરફથી સારૂ માન પામી તે સુખી થયા. પછી જે બ્રાહ્મણે મુળરાજને બેનાતા આવતા માર્ગમાં એક ટંકનું ભોજન કરાવ્યું હતું, તેને શોધી કાઢી એક ગામ ઇનામમાં આપ્યું ને તેની દરિદ્રતા દુર કરી.
જે ખેડૂતની સ્ત્રીએ અડદના બાકળાથી પિતાના જીવનની સાર્થકતા કરી હતી. ને રાજગાદીની પ્રાપ્તિ કરાવી હતી તેને વીરપસલીમાં ભાઈ બીજના દીવસે રાજમહેલે તેડાવી તેને પાંચ ગામો બક્ષીસમાં આપ્યાં.
આ પ્રમાણે પિતાના ઉપકારીઓને શેધી મુળરાજે સંતે ધ્યા. પછી વિર નરેશ પોતાના પિતાને મળવા પુરતા રાજ્ય મોભાથી અવંતિ આવ્યા, અહીં પિતા પુત્ર, તથા કુટુંબીજનો અને નગર મહાજને સૌવીરપતિ મિત્ર રાજવીનું ભાવભીનું સ્વાગત કર્યું. આ પ્રમાણે આ કથાનું છેવટ સુખ શાંતિ અને આમ હીતમાં આવ્યું. યોગ્ય રીતે ધર્મ કરણીમાં મુળરાજે જીવનની સાર્થકતા કરી ઉચગતી પ્રાપ્ત કરી.
આ પ્રમાણેના આ લંબાણ ચરિત્ર પરથી હે રાજન ? આપે ખાસ સમજવાનું છે કે, રાજ્યાધિપતિ રાજવી દેવાંશી અને મહાન પુન્યવાન ગણાય છે જેને દરેક જાતના દુવ્યસનના ત્યાગી બનવું જોઈએ“વિલાસી