________________
“સિધ્ધ હેમ વ્યાકરણ પ્રણેતા:-]
+ ૧૭૯ એક દીવસ પ્રભાતનાજ મહારાજાને પથારીમાંથી જાગ્રત થતાજ, વ્યાકરણ ગ્રંથ પરિપૂર્ણ થયાની વધામણી મળી. મહારાજાના આનંદને પાર રહ્યો નહિ. પુત્ર જન્મની વધાઈથી જેટલો આનંદ થાય તેથી અધિક આનંદ અનુભવ્યો. વધામણી આપનાર પ્રતિહારીને હર્ષના આવેશમાં આવેલ રાજવીએ ગળામાં કીમતી રત્નજદ્રત હાર અર્પણ કરી જીવનની સાર્થકતા માની,
ગ્રંથની સમાપ્તિમાં મહા મહેસવ શરૂ કર્યો. અન્તિમ દીને શ્રુતજ્ઞાનના બહુમાન અર્થે હાથીની અંબાડી પર થતજ્ઞાનને શુભ હસ્તે પધરાવી, રાજ્યની સંપૂર્ણ સામગ્રી સહ હાથીને મોટો વરઘોડે ચઢાવવામાં આવ્યું. જેમાં સૂરીજી, વિદ્વાન પંડીત, સામતે, અમલદારો નગરજને. મહાજન અને સનારીઓથી શોભતો વરઘેડે આખાય ગામમાં ફરી રાજભુવન પર ઉતર્યો. ત્યાં રાજસભામાં માનવ મેદની સમક્ષ આ ગ્રંથની પૂજનાદિ વિધિ શ્રીમદ્દ હેમચંદ્રા ચાર્યું કરાવી. રાજપુરોહીતે શુભાષિશ દીધા, અને પછી તેની વાંચના શરૂ થઈ.
બીજે દિવસે રાજપુરોહીતે રાજમહેલે જઈ સમ્રાટને કહ્યું કે રાજન! બધું તો ઠીક પણ, આ વ્યાકરણમાં આપના વંશને લગતું વર્ણન કેમ આપવામાં આવ્યું નથી ?
મહારાજાએ જણાવ્યું કે “હે પંડીતો! આ વાત મને આવતી કાલે યાદ કરાવો એટલે સુરીજીને પુછી સમાધન કરીશું.
સરસ્વતિની સાધના અને કાર્ય સિદ્ધિ
સમગીરાજ શ્રી હેમચંદ્રાચાર્યને આ હકીકતની માહીતિ તાત્કલીક મલી ગઈ. એમને પણ સમજાયું કે, “આ વ્યાકરણ સમસ્ત દેશમાં વ્યાપ્ત થવાનું છે. તે, તેમાં રાજવંશને લગતું પ્રમાણ ભુત વર્ણન આવે તે, ગુર્જર નરેશ અને ગુજરભુમીની કીર્તિ વધારનારુ થઈ પડે તેમ છે. એટલે તેમણે તેજ દીવસે સુંદર ચક શૈલીમાં ૩૫ શ્લેક પ્રમાણ પ્રશસ્તિ રચી.
આ રચાયું તે ઉપાશ્રય માં! અને ગ્રંથ હો રાજભંડારમાં ! હવે શી રીતે તેમાં તે દખલ કરાય? તે એક વિચાર થઈ પડે. સૂરીશ્રીએ અને નિશ્ચય કર્યો કે......