________________
સિધ્ધ હંમ વ્યાકરણ પ્રણેતા:-]
૧૭૭ (૧) ચંદ્રગામી (૨) શાકટાયન, () આપિશલિ (૪) ઉત્પલ, (૫) હરિ, (૬) ક્ષીરસ્વામી (૭) પાણિની, અને (૮) જે કેન્દ્ર વ્યાકરણ, આ પ્રમાણે આઠે મહાન ગ્ર ની પ્રતે મેળવી રાજદુત પાટણ આવો.
રાજદરબારમાં હાજર થઈ મહારાજાને નમન કરી દુતે જણાવ્યું કે હે રાજની આ આઠે પ્રથો ખુદ ભારતીય માતાએ સાક્ષાતકાર થઈ, પિતાના ગુપ્ત ભંડારમાંથી ચમત્કારી રીતે પ્રસન્નચી-તે કમચારીઓ માફતે અર્પણ કરતા જણાવ્યું છે કે, “સરિશ્રી મારા મુર્તિમંત પ્રકૃતિરૂપ, તેમજ મહાન જ્ઞાની છે. તે તેમની દરેક કૃતિમાં મારે સહાયક થવું જ જોઈએ.” આ પ્રમાણે માતાએ અમ સર્વેને દર્શન દઈ પાવન કરી–સમર્થ સુરીશ્વરની મહાન અવતારી તરિકે કદર કરી છે, એટલું જ નહિ પણ અમોને પ્રસાદ આપી શુભાષિશ દઈ મોકલ્યા છે.
આખી એ રાજસભા અને ખુદ મહારાજા, ભારતીય દેવીનો સુરીશ્વર પ્રત્યેને આ પ્રમાણેને આગાધ પ્રેમ જોઈ વધુ આકર્ષાયા, ખુદ મહારાજા જયદેવે સૂરીશ્વરને ભરસભામાં વંદન કરી સ્વહસ્તે ઉપરોકત આઠ પ્રતિ વ્યાકરણની રચનાઅર્થે અર્પણ કરતા પિતાના જીવનની સાર્થકતા માની.
પછી શ્રી હેમચંદ્રાચાર્યવાળા પાટણનો ઉપાશ્રય સમસ્ત ગુજરાતની વિધાપીઠ બન્યો. જ્યાં ખુદ હેમચંદ્રાચાર્યજી-સર્વ સાધુ સંપ્રદાયની યુધ્ધમાં મહાન યુગાવતારી દેવેન્દ્રની માફક, મેગ્ય ભદ્રાસને બીરાજમાન થતા. પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીની માફક અમોધ વાણીથી ગ્રંથની રચનામાં જીવનની સાર્થકતા માનતા શ્રુતજ્ઞાની શિષ્ય સમુદાય તેમજ લહીયાઓ સુરીશ્વર રચિત શ્લેકને શબ્દેશબ્દ સચોટતાથી ઉતારતા, જેમની àકરચનાની અદ્દભુત શૈલી એવી તે સચોટ અને અણમોલ બનતી કે, જાણે પંચમઆરામાં સૂરિદેવ પોતે, સાક્ષાત પ્રભુ મહાવીર આદિ તીર્થકર દેના પ્રતિછાયા રૂપ ન હોય?
આચાર્યદેવના મુખમાંથી શ્રતધારા હિમાલયના વહેતી ગંગાના પ્રવાહની જેમ વહેતી અમૃતવાણીને, પંડીત, શાસ્ત્રીઓ, તેમજ શ્રતજ્ઞાની શિષ્ય સમુદાય ઝીલતા અને લોહીયાઓ ઉત્સાહ પૂર્વક લખતા.
આ પ્રમાણે સવાવર્ષના અંતે સવાલાખ શ્લેક પ્રમાણ “ગુર્જર હેમ વ્યાકરણ ત્રણસો લહીયાઓના હાથે લખાઈ તૈયાર થયું. જેના મુળસ,