________________
સિદ્ધ હેમ વ્યાકરણ પ્રણેતા:-]
૧૮૧ આ ગ્રંથને વાંચતા સૌને સુરીશ્વરજીની વિદ્વતા સહેજે ખ્યાલ આવી જશે કે, આ વ્યાકરણ તાનસાગરથી રેલમછેલ બનેલ છે.
અહિં આપણા પંડીતજનોનું સમાધાન પણ થઈ જાય છે તેમને સમજવું જોઇએ કે, જે હું સુરીશ્વર પ્રત્યે ખેંચાયો હોઉં તે, માત્ર તેમના જ્ઞાન અને ચારિત્રના બળેજ. બાકી વાચળતામાં ખેંચાય જઉં તેવો મને ન માનશો. દરેક અધ્યાયના અન્તના ચાર કલેકમાં અભુત ચમત્કારની ચમકે જણાય છે. જેમાં મને તો લાગે છે કે માતા સરસ્વતીજીની જ કરામત છે. ધન્ય છે તેમને જ્ઞાન શકિતને ! મારી ઈચ્છા છે કે, આ વ્યાકરણ હવે આપણું અભ્યાસક્રમ માટે સમસ્ત ગુજરાત ની વિદ્યાપીઠમાં દાખલ કરવું, અને પુર્વના ચાલતા વ્યાકરને બંધ કરવા,
- “પુનઃ એક વખત કહી દઉં કે, આપણે ગુરુદેવનો ઉદ્ધારક તરીકે જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. આવા ઉપકારી પુરુષોથી ગુજરાત ગોર વતા ધરાવે છે. ધન્ય છે ગુજરભુમીને અને ધન્ય છે તેમની જન્મદાતાને કે જેમણે આવા ઉત્તમ પુરુષોને જન્મ આપી મહાન ઉપકાર કર્યો છે. સિદ્ધરાજ ગુરૂદેવના આ કાર્યક્ષેત્રને કદી વિસરનાર નથી. મરણાંત સુધી ઉપકારીને રાજવી યાદ કર રહેશે. ફરી એકવાર ત્યાગ અને સંયમની મુર્તિ સામે સૂરી વરને મારી અંજલી સમપી કૃતાર્થ થાઉ છું.
રાજવી સાથે પ્રજાજનો, પંડીત, સામતે, વિગેરે સૌએ સૂરીશ્વરને વંદન કરતા સુરીશ્વરના આ સાહિત્ય કાર્ય ની અનેકવાર પ્રશંસા કરે છે. જૈન શાસનનો ! જય હે ! ગુરુ શ્રી હેમચંદ્રસુરિજીને. જય હો! આ પ્રમાણેના જયનાદે વચ્ચે આ અઠ્ઠાઈ મહેસવ આનંદ વૃત્તિથી ઉજવાયો.
' જયનાદ સાથે રાજસભાનું કાર્ય પૂર્ણ થયું. સભા વિપરાતા સૌએ ઘર તરફ જવા માડયું. આજને આખો દિવસ ચોરે, ચરે, મહાલે અને ગલીએ ગલીએ જ્યાં જુઓ ત્યાં એકજ વાત.
“શું! સુરીશ્વરજીની અપાર જ્ઞાન શકિત! શું વિદ્વતા! તેમના આગળ તે સરસ્વતી પણ હજુરા હજુર સહાયક બની રહેલ છે વિગેરે વિગેરે.......