________________
મહારાજા સિધ્ધરાજની માલવ પર ચઢાઈને જીત ] = ૧૫૧
મહારાજા સિધરાજની ઉગતી યુવાનીના રાજઅમલ દરમ્યાનમાં માલવપતિ મહારાજા નરવર્માની રાજગાદી ધારાનગરમાં હતી, જ્યાં મહારાજા નરવર્મા સંવત ૧૧૬૧માં રાજગાદી પર આવેલ હતા. જેમણે સંવત ૧૧૯૦ સુધી રાજ કર્યું. જેના રાજ અમલ દરમ્યાન બનેલા બનાવોની સેંધ લેતા ગ્રંથકારે જણાવે છે કે
પ્રભાવશાળી મહારાજા સિદ્ધરાજે નિશ્ચય કર્યો કે સમય આવે વીરતાથી માલવ ઉપર ચઢાઈ કરવી અને તેને ગુજરાતમાં ભેળવી દે. મહારાજાને આ મુરાદ પાર પાડવામાં સત્તાવાન માલવ સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ દેખાવવા લાગી. છતાં મહારાજા જયદેવ તક સાધક બ યા.
માલવપતિએ પાટણ પર પાડેલી વાડ
એક વખત પિતાની વૃદ્ધ માતા મિનલદેવીના આત્મ સંતોષાર્થે મહા રાજા સિદ્ધરાજે રાજકુટુંબ સહ શુકલતિર્થ તેમજ સોમેશ્વર મહાદેવને દર્શનાર્થે તીર્થયાત્રાએ પ્રયાણ કર્યું. રાજમાતા તેમજ મહારાજાની આ બીજી વખતની તિર્થયાત્રા હતી. આ સમયે રાજમાતાનો હર્ષ સમાતું ન હતું. જેમણે પ્રથયાત્રામાં નવયુવાન રાજવી સિદ્ધરાજ પાસે તિર્થ સ્નાનનો ૭૨ લાખ રૂપીએને વાર્ષિક કર માફ કરાવી, સા ખ્યાબંધ યાત્રાળુઓને તિર્થસ્નાનને લાભ લેતા કર્યા હતા.
આ તિર્થયાત્રાથી પાટણ પાછા આવતા રાજકુટુંબને લગભગ છ મહિના લાગ્યા હતા, ત્યારે રાજય વ્યવસ્થાનો ભાર વૃધ્ધ અમાત્ય શાતુ મહેતા ઉપર હતો. જેઓ કુશળ રાજનીતિ અને મહાન બુધ્ધીશાળી હતા. મહારાજાને ખાત્રી હતી કે, ગુજરાતનું જન મહાજન અને અમાત્ય, મહારાજાની હાજરી યા ગેરહાજરીમાં રાજવહીવટ કુશળતાથી ચલાવવા શકિતશીલ છે”.
(૨)
સમયે સંજોગવસાત એવું બન્યું કે, ધારા નરેશ નરવર્માએ નીતિશાસ્ત્ર વિરૂધ મહારાજાની ગેરહાજરીને લાભ લઈ ગુજરાતની ભૂમિમાં ધાડ પાડુ તરીકે બલાઢય સંન્ય સાથે ઓચી તે પ્રવેશ કર્યો અને સરહદી ગામો લુંટવા