________________
. [ મહાન ગુજરાત નેટસ.
મહારાજા યશવમ (મદનવર્મા) ને અંગે કાશ્રય કાયમી પ્રશસ્તિ સર્ગને ૧૪માં તેમજ ૧૮માં લેકમાં જણાવવામાં આવ્યું છે કે –
' “જે મહારાજાને સિધ્ધરાજ જયદે હરાવ્યો હતો તેનું નામ યશવમાંજ હતું. સંવત ૧૫૯૫ માંજ આ કાવ્યની રચના શ્રી હેમચંદ્રાચાર્યો “સિદ્ધહેમ” વ્યાકરણની પ્રશસ્તિમાં કરી છે. '
“મહારાજા યશોવર્માના કાષ્ટ પિંજરવાસ અંગે શ્રી સોમેશ્વર ભદ, કીર્તિકૌમુદીના અધ્યાય ગ્લૅક ૩૧ માં જણાવે છે કે ” મહારાજા યશોવર્માને અહિસિંહે (સિધ્ધરાજ જયસિંહ) કારાગ્રહમાં નાંખે.''
કાશ્રયના સં. ૨ ના ૩૪ મા શ્લોકમાં હેમચંદ્રાચાર્યે પણ યશવર્મા રાજાને કેદમાં નાખ્યાનું લખ્યું છે.
સિદ્ધરાજે પણ પિતાના દેહદ (દાહોદ) પંચમહાલના લેખમાં માળવાના રાજાને કારાગ્રહમાં નાંખ્યાનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી, જયસિંહ સુરિએ (કુ ચ સ. ૧) જણાવ્યું છે કે “સિદ્ધરાજની તલવાર બાર વર્ષ મ્યાનની બહાર રહી ત્યારે સિદ્ધરાજે ક્રોધમાં આવી પ્રતિજ્ઞા કરી કે માળવાના રાજાના ચામડાથી તલવારની મ્યાન ચઢાવીશ”
શ્રી જૈનમંડન ગણિએ પણ સિદ્ધરાજની આ પ્રમાણેની પ્રતિજ્ઞાને ઉલ્લેખ (કુ. પ્ર. 9. ૮) ને ટેકે આપે છે અને જણાવ્યું છે કે આ જાતની પ્રતિજ્ઞા એ નીતિશાસ્ત્ર વિરૂદ્ધની હોવાથી મંત્રીશ્વરોના કહેવાથી મહારાજાએ પ્રતિજ્ઞાના પાલનાથે તેના પગના તળીયાની માત્ર નામની ચામડી ઉતરાવી, તલવારની મ્યાન ઉપર પ્રતિજ્ઞાની પૂતિ અર્થે લગાવી હતી
- સંવત ૧૧૯૩માં સિદ્ધરાજે માને છત્યાનો ઉલલેખ ઘાંગધ્રા (રાજ્ય) માંથી પ્રાપ્ત થએલ લેખમાં જણાવ્યું છે કે સિધ્ધરાજને અવંતિનાથનું બિરૂદ આપવામાં આવેલ છે.
(જુઓ પુ. ૪, અં. ૧ ૨ ) આને લાગતું કાવ્ય તથા તેને લગતે વૃતાંત પ્રભાવક ચરિત્રમાં હેમચંદ્રસુરિવાળા પ્રબંધમાં પણ આવ્યા છે.