________________
સુરધર અને સમ્રાટ ]
૧૭૧ એવા મહાન યુગાવતારીઓની દોરવણ નીચે દેશ. જ્યારે અહિંસાત્મક રાજવાદમાં કેળવાશે ત્યારે જ તેનો ઉદય થવાને છે.
રાજન? મહાન ગુજરાતને પુરતી રીતે અહિંસાવાદમાં કેળવવું પડશે. ગુર્જર ભાષાના મહાન ધર્મ ગ્રંથેના રચીતાઓએ રાષ્ટ્રના આમા બનવું પડશે. તેમજ એવા આત્મ સંયમીઓ જાતે અહિંસાવાદી ઉપદેશક બનવુ પડશે
જ્યાં રાષ્ટ્ર સ ચાલન ખુલે ખુલ્લું પ્રજાજનેના હાથમાં જ હોય, જ્યાં અહિંસા પરમો ધર્મને જયનાદ સમસ્ત દેશભરમાં વ્યાપક બન્યું હોય? ત્યારે કંઈ પણ પરદેશી કે, દેશની દેણ નથી કે તે, આ અહિંસાવાદી દેશ સામે નજર પણ કરી શકે?
- રાજન અત્યારે મારી મને દેવતા સાક્ષી ભુત થાય છે કે, ગુર્જરભૂમિમાં અત્યારે અડિ સાવાદી તત્વજ્ઞાનનો અને જીતેન્દ્રિય દર્શનના મુળીયા એવા તે ઉડાણમાં ઉતરી રહ્યા છે કે, નજદીકમાંજ ભાવિની હશે તે ? “આજ માતૃભૂમિ અહિ સ વાદી અમારી પડાહથી માછતી રહેશે. ત્યાર પછી કાળાંતરે સમસ્ત ભારત અનેક પ્રકારના પરદેશી વંટોળીયાઓથી ઘેરાશે. જેમા અવતારી મહાન વિભૂતિઓના હાથે, બલીદાને અને ઉપદેશે મુકત બનશે. પછીનું સ્વતંત્ર ભારતનું પ્રજાસત્તાક રાજ અહિંસાવાદી તત્વજ્ઞાનને દીપાવનાર બનશે. શાસ્ત્રધારી રાજસત્તાઓ પણ અહિંસાવાદી ભારતના મિત્ર રાજવીઓ સામે રહેશે. ને સમસ્ત વિશ્વમાં ભારતનો જયજયકાર થશે.
- સુરિશ્વરજી આપનું આ ભાવિ ઉજવળ બને અને ભારત પોતાના ઉધ્યના ગ્ય માર્ગે જલદીથી સ્વતંત્ર બને એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરૂ છું -
રાજન? હવે અમારી આવશ્યક કોયાને સમય થએલ હોવાથી અમારે જવું જોઈએ. જેથી સર્વે ને મારો ધર્મલાભ. આટલું કહી સુરિશ્વરજીએ મહેલેથી વિદાય લીધી. તેઓની પુંઠ દેખાયું ત્યાં સુધી ગુજરરાજનું તેજ રટણ હતું કે કેવી પ્રભામય દીય આકૃતિ ? અને કે માર્ગદર્શક પ્રભુને ઉપદેશ ? ધન્ય છે, તે જનની કે જેણે આવા રત્નને જન્મ આપે છે.
શ્રી હેમચંદ્રસૂરિજીના ગયાબાદ-રાજમહેલમાં હાજર રહેલ સનાતન, ધર્માચાર્યોએ ગુર્જર રાજને જણાવ્યું કે, હે સુજ્ઞ રાજન? આવતીકાલે રાસભાની ખાસ એવી બેઠક બોલાવે છે, જેમાં સનાતન ધર્માચાર્યો, ને પડીત પિતાના અભીપ્રાય ગુર્જર ગ્રંથરચના પર પુરતી રીતે આપી શકે. અને આપનું તેમજ રાજસભાનું તેથી સમાધાન થાય. * * ઠીક છે. ૫ ડીતજી કહી, મહારાજ મહેલની અંદરના વિશ્રાંતિ ખંડમાં ગયા. ને પ્રતિહારીએ સભા બરખાસ્ત કરી.