________________
શ્રી હેમચંદ્રાચાર્યની બુધ્ધિપ્રભા] * ૧૬૧ સાથે છડી સ્વારીએ ધારા, ઉજજન, અને માલવના દરેક દરેક ગામમાં ફેરવી રાજવીએ પાટણમાં પ્રવેશ કર્યો આજે પાટણને ઉત્સાહ મા નહતો.
લગભગ ૧૫ વર્ષથી પાટણને ગુંગળાવતા માલવપત્તિઓથી આ સમયે ગુજરાતને પુરતી મુકિત મળી હતી જેથી જેમાં મુકિતદાતા મહારાજા જયદેવને પાટણે એવી રીતે તેનારૂપાના ફુલડે વધાવ્યા કે જાણે મહાન દેવાધિદેવની પધરામણી ન થઈ હોય ?
રાજમહેલે ખાસ વિજયને દરબાર ભરવામાં આવ્યા આજને દરબાર સામંતે, સરદારે, અમા, નગરમહાજન અને નગરજનોથી ખીચોખીચ ભરાયો હતે.
રાજસિંહાસન સનમુખમાં દરવાજા પાસે કાષ્ટના પાંજરામાં માલવરાજને છ દોરડાથી બંધન યુકત ઉભા રાખવામાં આવેલ હતા. રાજવી યશોવર્મા નીચુ મુખ રાખી રાજકેદી તરિકે શરમદા થઇ નીચે ડોકે ઉભા હતા.
| દરબારમાં બરાબર વખતસર મહારાજા પધાર્યા. મહારાજાના નામની દુહાઈ ચોપદારે પિકારીને ગુજરરાજ સિહાસના રૂઢ થયા. વારગનાઓએ અદ્દભૂતતાથી નાચગાનથી સભાને રંજીત કરી. ભાટનારણેએ માલવ વિજ્યને લગતા મહારાજા જયદેવની કીર્તિના યશોગાનને, સેલંકી વંશના મુળપુરૂષ મુળરાજ સોલંકીની માફક સિદ્ધરાજને પણ ખાસ દેવાવતારી અને ગુર્જર દેશના ઉધ્ધારાર્થે અવર્તમાન હૈયું તે પ્રમાણે જણાવ્યું.
વિજેતા મહારાજને આશીરવાદ આપવા સવે ધર્મના ધર્માચાર્યો, પધાર્યા હતા. જેમાં સમર્થ જૈનાચાર્યોમાં શ્રીમદ હેમચંદ્રઆચાર્ય અને સાધુ સંપ્રદાય પણ હતે. સર્વે ધર્માચાર્યોના આશીરવાદ બાદ શ્રીમદ હેમચંદ્ર ચાર્યો નીચે મુજબ આશીર્વાદ આપતા જણાવ્યું કે
भूमिकाम गविख गो मय रसे रालिच्चर स्ना करा। मुक्ता स्वस्ति कमा तनुध्ध मुडुपत्त्व पूर्ण कुम्भी भल । धृत्वा कलप तरो दलानि सर ले दिग्वारणा स्तोरणा न्याधत्त खकरें विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः॥