________________
મહારાજા સિદ્ધરાજને માલવ પર ચઢાઈને છત ] * ૧૫૫ - રાજ માતાના સ્વર્ગવાસ પછી સિધરાજે માલવ પર ચઢાઈ કરી. ને સરહદ સુધી પહોંચ્યા. પણ આ સમયે શ્રી વીરસૂરિજી મહારાજ પોતાના શિષ્ય પરિવાર સહીત અહીં વિદ પમાન હોવાથી, રાજેન્દ્ર તેમનું માન સાચવું, તેઓ
પાછા ફર્યા
બીજે વર્ષો સવંત ૧૧૮૧માં મહારાજા જયદેવે માલવ ઉપર ચઢાઈ સંપૂર્ણ બલાળે સન્ય સાથે કરી, માલવમાં ભયંકર યાદવાસ્થળી જામી. ધારાનગર લગભગ ઘેરાવા જેવું બન્યું. બંને પક્ષના લડતા હજારે વીર લડવૈયાઓ, હસ્તીએ, અશ્વ, સૈનીકે, પાદુકીઓ તેમજ તીરંદાજો અને મેટા મોટા વીર સેનાપતીઓના બંને બાજુના બલીદાનોથી રણભુમિ બાર વર્ષ સુધી રક્ત ભીજીત રહી.
રણક્ષેત્રનું કેન્દ્રસ્થાન ઉનના બદલે ધારાનગરજ બન્યું. ધારા નરેશ પરમાર નરવર્માએ રણક્ષેત્રમાં ટેકીલા રાજવી તરીક, બાર વર્ષ સુધી ગુર્જર કસાએલા લડવૈઓ સાથે સામને કર્યો. જેમાં બંને બાજુની રાજ શકિતક્ષીણ થઈ. છતાં, રણક્ષેત્રમાં ટેકીલા દેવવંશી રાજવીઓએ અંતની ઘડી સુધી જીવનના જોખમે લડવાનો નિશ્ચય કર્યો હતો. જેમાં સ્થીતી ઘણીજ નબળી બનતી ગઈ. મહારાજા સિદ્ધરાજ પણ બાર વર્ષની લડાઈમાં અવાર નવાર જાતે હાજર રહી રણક્ષેત્રને દીપાવતા હતા. લાંબાગાળે તેઓ પણ કંટાળયા.
મહા ભારતના યુદ્ધમાં વીર કેસરીસિંહની માફક અભિમાન્યુને વધુ કરનારના શીરચ્છેદની ભિષ્મ પ્રતિજ્ઞા અજુને કરી, જે પ્રમાણે યાદવાસ્થળીમાં ઝીપલાવ્યું હતું. અને તેની ટેક અવીચળ રહી હતી. તે જ પ્રમાણે એક દીવસ પ્રભાતે મહારાજા સિદ્ધરાજે ભિષ્મ પ્રતિજ્ઞા કરી કે,–“આજે ધારા પડયા પછી હું ભેજન લઇશ.”
માત્ર એકજ દીવસના મરણીઆ યુદ્ધમાં, રાજ્યના મહાન તીરંદાજ ભીલ સૈનિકેએ, માલવ સૌ ને કચડઘાણ કાઢવામાં કચાશ રાખી નહિ. તેમજ પાયદળ લશ્કરના વીર યોદ્ધાઓ. અને રણઘેલા રજપુતેએ પણ જોતજોતામાં પિતાના પ્રાણનું બલીદાન મહારાજની ટેકના રક્ષણાર્થે આપ્યું. અને રણભૂમિને રકત પ્રવાહી નદી બનાવી.
ત્રીજો પ્રહાર થવા આવ્યો છતાં, મહારાજાની પ્રતિજ્ઞા પાલનના ચિન્હો દેખાવા ન લાગ્યા મહારાજ હજુ દાતણ ભેર હતાં. જોતજોતામાં ત્રીજો પ્રહર