________________
રાજકુમાર મુળરાજનું અદ્દભુત ચરિત્ર] » ૧૩
અહો રાત દીવસ મુળરાજના નામનું રટન કરતી અને તેના માટે સુરતી દેવદતાને એક દિવસ ઓચીંતી રાજ તરફથી મુળરાજની વધાઈ, અને વાજતે ગાજતે સૌવિર મોકલવા માટે કહેણ આવ્યું. ત્યારે તેના હર્ષને પાર રહ્યો નહિ. નગર પતિએ દેવદત્તાને–વૈભવતાથી સૌપિર પહોંચતી કરી. તેને પણ તેની અવિચળ ટેકનું ફળ પ્રાપ્ત થયું.
પિતાના આરાધક મુળરાજ પાસે પહોંચતાજ, રાજભવી-રાણી પદને પ્રાપ્ત કરનાર દેવદ-તા, પિતાને મહાન ભાગ્યશાળી માનવા લાગી, બને પ્રેમીઓ મનમાનીતી રીતે સુખ ભોગવવા લાગ્યા.
મુળરાજની શોધમાંઅનેક નગરોએ ફરી નિરાસ થતો પિઠ સહીત નીકળેલ અચળશેઠ સોદાગર, બેનાતટ નગરે આવી પહોંચે. વિવિધ પ્રકારનું કીંમતી નજરાણું મહારાજને નજરાણુમાં મુકતાજ, મુળરાજે અચળશેઠને ઓળખી લીધા, અને જણાવ્યું કે, કેમ શેઠ? તમારી લાડકી દેવદત્તા કયાં છે? જેની ખાતર તમે મુળરાજને હેરાન હેરાન કરી નગરનો ત્યાગ કરાવ્યું હતે ખરૂને શેઠ ?
અચળશેઠે પણ મુળરાજને તુરતજ ઓળખી લઈ નમી પડ્યા. ને આંખમાં અશ્રુ લાવી માફી માંગતા જણાવ્યું કે હે રાજન ! આપના દેશ ત્યાગ બાદ બીજે જ દીવસે મગધરાજ પાસેના અનામત વરદાનના બદલામાં દેવદતાએ પોતાના આરાધક પ્રેમીની શેધનું કામ મને સુપ્રત કરાયું ને સદાને માટે ભવનનો ત્યાગ કરાવ્યો “હે રાજન ધન્ય છે તે દેવદત્તાના આપના પ્રત્યેન અવિચળ પ્રેમને! આટલું કહી શેઠ મોટેથી રાજ સભામાં રડી પડે.
શાહ સોદાગરને સહપ્રેમે હાથ પકડી ભાવભીનું સ્વાગત કરતા મુળર જે જણાવ્યું કે, શેઠજી દેવદતા તે કયારની રાજમહેલમાં અચળ પ્રેમની નિશાનીમાં મહારાણુ તુલ્ય ભવ ભોગવી રહેલ છે. ને તમે? મારા હાથમાં કરેલ કરણનું ફળ ભોગવવા આબાદ સપડાયા છે. બેલે શેઠ? હવે તમને તમારી ઉધતાઈ ભરી વર્તણુકને શે બદલે આપુ? જે આ સમયે હું ધારૂ તે તમને હાથીના પગ નીચે એક પળમાં છુંદાવી શકું તેમ છું, તેમજ ફાંસીને લાકડે પણ ચઢાવી શકું છું. છતાં શેઠજી જનધર્મના “ક્ષમાપનાના મહાન સિધ્ધાંત પ્રમાણે, મને તેમ કરવું યોગ્ય લાગતું નથી.