________________
પ્રકરણ ૪ થું
જ
-
દિગબરવાદીને પાંચ વર્ષની નાની બાળા ધર્મવાદમાં જીતે છે.”
એક વખત ગુર્જરાધિપતિ મહારાજા સિદ્ધરાજ ની રાજસભામાં કમલ કીતિ નામના દિગંબરાચાર્ય “સ્ત્રી નિર્વાણનિષેધ” પર વાદ કરવા પધાર્યા. મહેશ્વરવાદીની જેમ આ વદીશ્રીની હવા પણ તનમનાટ કરી રહી હતી
બુદ્ધિવંત રાજવી અને રાજસભાએ વીરાચાર્યજીને લાવ્યા. જેઓ એક પાંચ વર્ષની બાળા સાથે આવી પહોંચ્યાં. તેમણે આ વાદીની અવજ્ઞા પુર્વકની સિથિતિ નિહાળી શાતચિત ગ્ય આસને બીરાજમાન થયાં.
વાદની શરૂઆત કરતા વાદી “કમલકીર્તિ શ્રીએ પોતાની સમર્થ શકિત અને અદભુત વાક્ય રચનાથી પિતાના વાદને સુંદર રીતે રજુ કર્યો, અને પિતાના મનનું ખંડન કર્યું.
આ સમયે પ્રતિવાદી તરીકે વિદ્યમાન આચાર્ય શ્રી વીરસુરિજી નિર્દોષ પાંચ વર્ષની બાળા સાથે રસીક વાર્તાલાપમાં મશગુલ બન્યા હતા, આ વર્તન વાદીને ઘણુંજ અયોગ્ય લાગ્યું, અને તેણે ભરસભામાં ટીકા કરતાં જણાવ્યું કે હે રાજન ! વિદ્વાનોની સભામાં અને ખાસ કરીને આવા પ્રસંગમાં સમર્થ
નાચાર્યનું વર્તન આપને બાળ ચેષ્ટામય નથી લાગતું ? શું મહા પંડિતની આ બાળ ક્રીડા એગ્ય ગણાય ખરી ?
જેને જવાબ આપતા આચાર્યશ્રી એ જણાવ્યું કે હે રાજન ! “સ્ત્રી નિર્વાણ નિષેધ”ને વાદ આ બાળા સાથેજ થવાનું હોવાથી અને આ બાળા વાદીને જીતવા સમર્થ હોવાથી તેને બાળક્રીડાથી રંજીત કરી રહેલ છું. તેમાં વાદીત્રી કેમ આકળા થાય છે ? તેની કાંઈ સમજ પડતી નથી.