________________
૧૪૦
[મહાન ગુજરાત આ સમયે મુળરાજની ભકિતથી પ્રસન્ન થએલ દેવતાઓએ આકાશવાણીથી જણાવ્યું કે હે મુળરાજ! તેં આ કામ ઘણું જ ઉત્તમ કર્યું છે, જેથી અમો તારા પ્રત્યે પ્રસન્ન થયા છીએ, માટે યોગ્ય વરદાન માગી લે.
મુળરાજે જણાવ્યું કે “દ દહીં રેવદ્રત્તા, હૃતિકર નવે અર્થાત મને દેવદત્તા સાથે, હજાર હાથી સહીત રાજ્ય આપો” તથાસ્તુ ! કહી દેવતાઓ અદ્રષ્ય થયા.
દૈવિક વરદાનની પ્રાપ્તિ બાદ ત્યાંથી મુળરાજ આગળ વધે. જેની સ્થીતિ અનુક્રમે અપૂર્વદાન પ્રભાવે પલટાએલ છે, એવો કુમાર, બેનાતટ નગરે પહે, જ્યાં ધર્મશાળામાં જઈ ઉતારો કર્યો.
એ રાત્રીના સમયે તેને સ્વપ્ન આવ્યું કે, પિતાના મુખમાં ચંદ્રમા પ્રવેશ કરે છે. સ્વનિ પછીની પાછલી રાત કુમારે પ્રભુ ચિંતવનમાં જાગૃત અવસ્થાએ પસાર કરી. પ્રભાત થતાજ કુમાર ધર્મશાળાના બગીચામાં ગયે, અને માળીને ફુલ વિણવામાં મદદગાર બન્યો, તેની પાસેથી સ્વપ્ન પાઠક ઉપાધ્યાયનું ઠેકાણુ મેળવ્યું. પછી શાસ્ત્રીજીના ત્યાં જઈ તેના ચરણે ફુલધરી ભાવપુર્વક પ્રણામ કર્યા, ને પાછલી રાત્રે પિતાને આવેલ સ્વપ્નનું ફળ પુછયું.
કુમારનું ભવ્યલલાટ, પ્રભાવિક આકૃતિ જોઈ તેના પ્રત્યે શાસ્ત્રીજી આકર્ષાયા સ્વપ્ન ફળ ઉંચકોટીનું સમજી સ્વપ્ન પાઠક શાસ્ત્રીજીએ જણાવ્યું કે, “હે ભાગ્યમા ! તમે અત્યારે મારા અતિથી બને. કારણ આપ દુરથી આવેલ દેખાવ છે જેથી થાકેલા હશે. જેને કુમારે સ્વીકાર કર્યો પછી સ્નાન ભેજન આદિથી ભાવભીનું સ્વાગત કરી સ્વપ્નના પ્રથમ ફળ તરીકે બ્રહ્મદેવ, ગૌરવતાપુર્વક પિતાની કુંવરીનું તેની સાથે પાણી ગ્રહણ કરાવ્યું. પછી જણાવ્યું કે, “હે ભાગ્યવાન! “હવે આજથી સાતમા દીવસે તમને રાજ્યગાદી પ્રાપ્ત થશે.” આ પ્રમાણે તમારા સ્વપ્નનું ફળ તમને, બે રીતે પ્રત્યક્ષપણે તાત્કાલીક ફળદાતા બન્યું છે, * આજ એક બનાવ મગધ સામ્રાજયના ઈતિહાસના પાને અમરત્વને પામેલ છે. જેમાં વિરાટ સંવત ૬માં શીશુનાગ વંશી મહારાજા ઉદાયનનું ખુન મનક નામના એક રાજકુમારના હાથે, તેના વેરના બદલામાં પાટલીપુત્ર નગરના ઉપાશ્રયમાં મહારાજાના પૌષધ અવસ્થાએ મધ્ય રાત્રીએ હતા ત્યારે, કુરતાથી થયું. અને મગધરાજ નિરવાસ મૃત્યુ પામ્યા. - તેજ રાત્રીએ એક નાવિક પુત્ર જેને જન્મ એક વેશ્યાની કુક્ષીથી થયે હતે તેને, સ્વપ્નમાં પાટલીપુત્ર નગરને પિતાના પેટના આંતરડાંથી