________________
રાજકુમાર મુળરાજનું અદ્ભુત ચરિત્ર ] ૪ ૧૩૫
આ સમયે દેવદત્તાએ પણ કળા પ્રભાવ બતાવવામાં કચાશ રાખી નહિ. આ પ્રમાણે ગુરૂશિષ્યાની જોડીએ મહારાજાને એટલા બધા પ્રસન્ન કર્યા કે, પ્રસન્નચિત રાજવીએ રાજી થઈ બન્નેને વરદાન માગવા કહ્યું.
સુજ્ઞ દેવદત્તા અને મુળદેવે મગધરાજને આ વરદાન પિતાની પાસે અનામત રાખવા જણાવ્યું. પછી સંગીતની મેફીલ વાહ વાહ સંગીતકારે કહેતા મૂડીરાત્રે વીસરજન થઈ.
પૂર્વકાળે વીરાત સંવત ૨૭૦માં આજ પાટલીપુત્ર નગરે પ્રિયદર્શની અશોકના અંધ મહારાજા રાજકુમાર કુણાલે, અંધ સૂરદાસ તરિકે સંગીતકળાનો પ્રભાવ રાજસત્તા અને મહારાજા અશોકને બતલાવ્યો. પ્રસન્ન ચીત્ત રાજવી અશક પાસે વરદાનમાં પિતાના શીશુકુમાર સંપ્રતિ માટે મગધની રાજગાદી ભીક્ષામાં માગી રાજસભાની આશ્ચર્યતા વચ્ચે પિતાપુત્ર વચ્ચે ઘણું વર્ષે અણધાર્યો આ પ્રમાણે મેલાપ થયો. ભીક્ષુક વેશમાં રહેલ મેગધના અંધ યુવરાજને–પિતાના હાથે થએલ મહાન અન્યાયના બદલામાં–વચનના પાલનાર્થે અવંતિનું રાજ્ય તુરતજ અશકરાજે અર્પણ કર્યું અને મગધના ભાવિ સમ્રાટ તરીકે દશમાસના શીશુકુમારને સ્થાપીત કર્યો. અને પાટવી તરિકે માન્ય રાખ્યાં.
વરદાન આપવું અને મેળવવું એ કાંઈ રમત નથી. તેમાં તે જીવનની હેડ સમાએલ છે.
જુ, સત્યવાદી મહારાજા હરિશ્ચંદ્રને આપેલ વરદાન અંગે કસોટીમાં વનવાસ ભોગવવો પડયો હતો. તે જ માફક મહારાજા દશરથને વરદાનના બદલામાં, ઓ રામ? રામ? ના રટનમાં જીવન ત્યાગ કરવો પડ્યો હતો. જેમાં મહારાજા રામને રાજ્યાભિષેકના બદલે બાર વર્ષને વનવાસ ભોગવવો પડ્યો હતો. તેજ માફક પૂર્વકાળે આવા આવા અનેક દ્રષ્ટાંત શાસ્ત્રમાં નોંધાયા છે. જેને વાંચતા ખાતરી થાય છે કે વરદાન આપનાર ટેકીલા રાજવીઓ પિતાને દેવ અવતાર માનતા હતા, અને વચનના પાલનાથે જીવનને હેડમાં મુકતા.
તે મુજબ અહીં બન્યું પ્રસન્નચીર મગધરાજે દેવદત્તા અને મુળરાજને વરદાન આપ્યું, અને બન્ને જણાએ આ વરદાન અનામત રાખી સમય આવે તેને ઉપયોગ કરવાનું જણાવ્યું, અને મહારાજાને જગતની કસોટીએ ચઢાવી તકસાધક બન્યા, હવે જોઈએ છે કે આનું કેવું પરિણામ આવે છે તે.