________________
પ્રકરણ ૩ જું.
-
રાજકુમાર મુળરાજનું અદ્દભુત ચરિત્ર
અવંતિના ઉજજૈન નગરમાં ત્યાંના રાજવીને મૂળરાજ નામને રાજકુમાર હતે. આ રાજકુમાર સપ્ત વ્યસનો યુકત દુરાચારી નીકળવાથી રાજવીએ રાજનીતી પ્રમાણે પોતાના એકના એક યુવરાજને દેશવટે આપ્યો.
આ કાળે અવંતિ અને મગધ વચ્ચે દરેક રીતને ગાઢ સંબંધ હતા જેથી દેશવટે નીકળેલ રાજકુમારે કાળાં કપડાં પહેરી કાળા ઘોડા પર બેસી મગધ પાટલી પુત્ર તરફ બાહુબળે ભાગ્ય પરિક્ષા અર્થે પ્રયાણ કર્યું. અને અવતિના પ્રજાજનોએ અને મહાજને છુટકારાને દમ ખેંચે. "
યુવાન રાજકુમારને મગધ જતા માર્ગમાં પહાડી પ્રદેશ આગળ એક ગુફામાં અદભુત ગીને ભેટે થયો. જેની રાજકુમારે ઘણું દીવસ સુધી પુરતી સેવા કરી. જેથી પ્રસન્ન થએલ યોગીએ કુમારને પાંતર કરવાની ગુટિકા આપી, રાજકુમાર બચપણથી જ સંગીત કળામાં ભલભલા ગંધર્વોને મહાત કરે તેવો પારંગામી હતું. જેથી તેણે પિતાની કળાને પ્રભાવ બતલાવવા આ ગુટિકાનો ઉપયોગ કર્યો ને “વામન રૂપ ધારણ કર્યું. ત્યાંથી વામન સ્વરૂપી કુબડા બટુકજી પાટલી પુત્ર નગરે પહોંચ્યા.
' અહીં ગામની બહાર ધર્મશાળામાં મુકામ રાખી નિત્ય નગરમાં હાથમાં સિતાર લઈ. અદ્દભૂત ભજનેની ધુન લગાવતાં. નગરજને અને ભલભલા ગંધને પિતાની સંગીત કળામાં મહાત કરી નગરપ્રેમ છતનાર બટુકજીએ પાટલી પુત્રમાં વસતી ભલભલી વારંગનાઓને પણ મુગ્ધ કરી.
મગધમાં આ કાળે સંગીતકળાને ઘણોજ શોખ હતો. તેમાં પાટલી પુત્ર–મગધનું પાટનગર હોવાથી અને અહીં શ્રીમે તેને જ વાસ હેવાથી સંગીતનિપુણું વારંગનાઓનું તે મહિર ઘર ગણતું.