________________
અર્પણ થએલ જયપત્ર] *
૧૧ રીતે પ્રસિદ્ધ હતી. રાષ્ટ્ર અને રાજ્યને પ્રેમ સુંદર, સુમેળ, ને ધર્મેદ્વારકમાં સહાયક હતું. આ કાળે ગુજરાતે “અહિંસવાદીને વિશ્વભરમાં ગુંજતો કર્યો હતે. એ વખતના ગુજરાતનાં સર્વ માન્ય ગૌરવને ચિતાર પણ એક કવિએ આપતાં આ પ્રમાણે કહ્યું છે –
કપતરૂ દુનિયાતણું ને કામદુર્ગા દેશની; ગુજરાત બીજી જાણજે અમરાપુરી છે દેવની
મીનલ મુજાલ, એક દિવસ સવારે મહારાજા જયદેવ ઉપાશ્રયે પધાર્યા. શ્રી. વીરસિંહ સુરિજીએ વ્યાખ્યાનની હમણુજ શરૂઆત કરી હતી તેમની અપ્રતિમ અને મધુર વ્યાખ્યાન શેલિને ખ્યાલ રાંકકલમ કયાંથી આપી શકે? કલમ તે જે કહે તે કાંક કાંક (અંશ અંશ રૂ૫) સમજવું. જેને મુનિરાજની તપશ્ચર્યા, તેમનું દેહદમન અને દાનધર્મના મહિમા પર રસીક ચરિત્રનો પ્રારંભ કરતાં સરિશ્રીએ પૂર્વ ભૂમિકા તરીકે જણાવ્યું કે
“હે ભવ્યાત્માઓ! તેમજ ધર્મજ્ઞાન પિપાસુઓ! અને ધર્મરક્ષક રાજન! ધર્મ સાહિત્ય ચાર અનુયાગમાં વહેંચાયેલું છે દ્રવ્યાનુયોગ, ચરણ કરણાનુયોગ, ગણિક તાનુ યોગ, અને કથાનુયોગ, આ ચાર અનુયોગોમાં કોઈ પણ તત્વ બાકી રહેતું નથી. બાલછોને માટે કથાનુગ કહો કે ચરિતાનુગ કહે તે અધિક ઉપયોગી છે; પૂર્વધર જ્ઞાની મહર્ષિઓએ પૂર્વના તેમજ પોતાના સમયના ધર્મ પ્રભાવનાત્મક ચરિત્રોની, ઘટનાઓની નોંધ લીધી છે કહો કે; સુંદર સાહિત્યની રસવતી પીરસી છે. એમાનું એક ચરિત્ર આપણે શરૂ કરીએ, અવંતપતિ પ્રજાપાલ રાજાના પાટવી કુંવર મુલરાજનું ચરિત્ર, કથાના સુંદર રસ સાથે બોધને પૂરું પાડતું હોઈ કહું છું. સૂત્રથા સાંભળવા ગ્ય છે, શાંતિથી સાંભળો, વિચારો, મનન કરો, અને જીવનમાં ઉતારવા યથાશકિત પ્રવૃત્ત બને.”