________________
અપણ થએલ “જયપત્ર” ] »
૧૨૯ શાંતિ અને ખાસ ગાભર્યતાથી, મધુર શબ્દોથી કહેવા લાગ્ય, કે “હે ધર્માચાર્ય વાદના મૂલ મુદા પર રહે. ન્યાયથી ખસવામાં વાદીનું ભૂષણ નથી. અસંબદ્ધ મુદાઓ રજુ ન કરતાં તમારા ધાર્મિક સિદ્ધાંતને પ્રકાશો.” આખી સભાએ એ સુરને સમર્થન આપ્યું. સૂરિજી તે શાંતિપૂર્વક આસને સ્થિત થયા. રાજાએ વાદીને કહ્યું, “હે વિદ્વાન વાદી ! આ ગુજરાતની વાદસભા છે. અહીં વાદ પણ ઊંચે હોય છે અને વાદની નીતિરીતિ પણ ઊંચી હોય છે. જેથી ધર્મ સભાના સુંદર માર્ગનું દીવ્ય દર્શન થાય. જે મંથનથી માખણ નીકળે એવા વાદને ઉપસ્થિત ખુશીથી કરો. આપ યથેચ્છ વર્તે એ બીના દુઃખદ છે, વાદની રીતિએ વાદ કરો, જે પરાજયજ ભાસતે હોય તે, માનપૂર્વક આપ સભાને ત્યાગ કરી શકે છે.”
વાદી છટકો,
વાદી વાદકળામાં કુશલ હતું એમ આપણે જણાવી ગયા, તેને અર્થ હવે વાંચકને સમજાશે. તે પિતાના મતને સંપૂર્ણ જાણકાર જરૂર હતા, તેમજ વાદમાં નટખટ ઉપાયોમાં પણ ઉસ્તાદ હતે. ઘમંડમાં ને ઘમંડમાં તે આવ્યો હતો ખરો પણ, જ્યારે ખરાખરીને ખાંડાના ખેલનો અવસર આવ્યો ત્યારે તેને પોતાની દુર્દશાને સાક્ષાત્કાર થયો.
વાદસિંહરિનું તેજ, પ્રતિભા, વકતૃત્વ, શૈલી આદિ જોયાં, એ વડે વાનના અનુભવનો પણ કયાસ કાઢયે, સભાનો તથા રાજાના વલણને રંગ જોયો જેથી તરત હવે તેને ભેય ભારે થઈ પડી. “માનપૂર્વક આપ સભાનો ત્યાગ કરી શકે છે, આવા મધ્યસ્થ સ્થાનેથી ગુર્જરનરેશના શબ્દો નીકળતાંજ, તેણે અધિક માનહાનિથી બચવા ઉપરોકત શબ્દ ઝીલી લીધા, તે ખુબીથી બેલ્યો, “રાજન ! શુભાશિષ! આ સમયે મારી વાદની ઈચ્છા નથી હું જવા ઈચ્છું છું, જાઉં છું.” જયપત્ર!
વાદો ઉભો થયેને વિદાય થયે, ત્યારથી દૂર . ત્યાં સુધી શબ્દ અને ભણકારા સાંભળ ગયો, “વાદી વિજેતા શ્રી વીરસુરિજીનો જય, ગુજરનરેશ મહારાજા જયદેવની જય!
મહારાજા જયદેવે વિદ્વાન પંડિતની સભામાં સૂરિજીની મુકતક પ્રશંસા કરતા જણાવ્યું “સૂરિજી ! આપે ગુજર ધર્મસભાનું ગૌરવ વધાર્યું