________________
પાટણની રાજસભાનો ધર્મવાદ] ક '
૧૨૫ તથા તેમના સુંદર નગર પ્રવેશ મહત્સવની વાત કહી જણાવ્યું. કે, “આવા સામર્થ્યવાન જેનાચાર્ય ધરાવવાનું ગારવ પાટણને ફાળે છે. પાટણને એ પરમ પુણ્યોદય છે પાલીને નગર જનો જાણી શક્યા છે કે, એ આચા“શ્રી પાટણના રાજાના બાલ્યવયેથી ધર્મસખા હતા. પાટણની રાજસભામાં તેમના ધર્મવાદથી પંડિતે પણ મુગ્ધ બન્યા રહે છે. આ તમામ પરિસ્થિતિને યશ, ભાગ્યવંત ભૂપાલ! આપને જ વરે છે.
પુરોહિતે તે સરલ હૃદયે હતું તે કહ્યું. પણ સિદ્ધરાજને તે એ કથન અતિ સંતાપ કરનાર થયું. પોતે કરેલ ઉપહાસ્ય ચેષ્ટાથી આવેલ આ પરિણામ માટે તે પ્રાયશ્ચિતને પાત્ર છે એમ પિતાને લાગ્યું, સદૈવ મુનિના સંસર્ગે જ્ઞાન વચન સાંભળનાર આસ્તિક રાજા, “હસતાં પણ ચીકણું કર્મ બંધાય છે, જે રોતાંય ન છૂટે, આ તે માનતેજ હોયને! પાટણ નરેશને પસ્તા પરાકાષ્ઠાએ પહોંચે છે,
મહારાજા જયસિંહે મુંજાલ મહેતાને મારતી સાંઢડીએ, અરિજીને પાટણ પધારવાને પ્રાર્થવા કરવા પાલી મોકલ્યા. મંત્રી ત્યાં પહોંચ્યા. ત્યાંના મહાજને તેમને સત્કાર્યા. મહારાજાની વતી મુંજાલ મહેતાએ તેમની થએલ અવજ્ઞાની ક્ષમા યાચી કહ્યું. “પ્રલે ! પાટણ પધારો અને પ્રભુ શાસનની શોભાને વધારો. અમારા માન્યવર મહારાજાને આપના દર્શન વિના લેશ પણ ચેન પડતું નથી, માટે જ મને મોકલ્યો છે. સૂરિજીએ જણાવ્યું, મહેતા ! સ્વામીની તથા શાસનની ધગશ તમારામાં ભારોભાર ભરી છે તે માટે ધન્યવાદ. જે કાંઈ થયું છે તેમાં વિધિનો સંકેત સમજવો જ રહ્યો. આનું નામજ દેવાજ્ઞા મહેતા ! આમાં નૃપતિનો દોષ નથી, એવું જ આ નિમિત્ત! ગણાય. તે સર્વે જીવો પ્રત્યે સમદ્રષ્ટિ છે. આવી ઘટના અમારા માટે તે તીર્થયાત્રાદિ તથા આમ જાગૃતિ માટે ઉપકારી ગણાય? રાજવીને ધર્મલભ! ફરસના હશે તે પાટણ આવવામાં કાંઈ બાધ હોય ખરે કે? આપ સુખેથી પધારે ધર્મલાભ.
હર્ષનું વાતાવરણ
મુંજાલ મંત્રીએ પાટણ જઈ રાજાના હૃદયને આશાથી ઉલ્લાસાયમાન કર્યું. એ ઉલ્લાસે કેટલુંક પાપ પણુ ખર્યું, તે ખેદ કે સંતાપના શા ભાર?