________________
-
-
-
-
-
-
- -
-
-
-
૧૨૦
[મહાન ગુજરાત છાજે. સિંહ પિતાની દીપ્તિથીજ દીપે છે, રાજ્યાશ્રયમાંજ દીપાવવાની તાકાત હોય તે સ્થાન કે મૂંગાલ પણ સિંહવત્ દીપ્યા વિના રહે ?
સુરિજીનો આ કટાક્ષ કમ ન હતો પણ જ્યાં કેવળ સત્ય ઝળહળતું હોય એવા કટાક્ષ સામે પ્રતિ કટાક્ષ થઈ શકેજ કયાંથી? સુરીજીને ક્યાં સ્પૃહા હતી કે રાજયાશ્રય કબૂલી લે! સુરિજીએ છેલ્લે કહ્યું માનુભાવ! વસ્તુ માત્ર (દરેક વસ્તુ) કર્માધીન છે. રાજ્યાદિ પણ પુત્રે મળે છે, એટલે આશ્રય કોનો, અને આશ્રિત કોણ એ ખાસ વિચારવા જેવું છે. ગમે તેવા ઉચ્ચ પદે, પહોંચેલ કોઈ પણ વ્યક્તિ, શુભાશુભ કર્મના વિચાર પૂર્વક, પુણોદયને માને એજ ઇષ્ટ છે, અન્યથા વિપરીત મતવ્ય અનિષ્ટકર અજ્ઞાન છે. ધ્યતિરારિ ખાતર
દે : I હે રાજન ! પ્રત્યક્ષ લોકો એવું આ સૂત્ર સાવ વિસ્મૃત કેમ થાય? ખરી વાત છે કે “અભિમાન જ્ઞાનીને પણ પાગલ બનાવી દે છે.”
સિદ્ધરાજે આવું પરિણામ કયું પણ નહિ હેય. પૂછતા પૂછાઈ ગયું એટલે જવાબ તે મળે જ ને ! સચેટ જવાબ મળે, ભલે તે સાચો હોય પણ હવે રાજાને એ ચે ખરો? આ જવાબમાં તેને પોતાની માન હાનિ લાગી, એટલે અત્યાર સુધી માનમાંજ રમતા રાજાએ ક્રોધનો આશ્રય લીધે, લાલચોળ થઈ ગયો. રાતે પીળો બની ગયો. જો કેઈ દરબારીએ કે કોઈ કુટુંબજને લેશ પણ અપમાન આ રીતિએ કટુ વચને કર્યું હોત તે એ તુરતજ સજા સંભળાવી હત–પણ આ ગજા બહારની વાત ગણાય અહીં તે સામે સમકાલીન સુપરિચિત જ્ઞાની જનાચાર્ય હતા, જેમની પુણ્ય પ્રતિભા પૃથ્વી પતિને પાછી પાડતી હતી એટલે ક્રોધને હોઠે અદૃશ્ય રીતે દાબીને શમાવ્યો. છતાં એ ભાનભૂલા ભૂપાળે વળી ભૂલ કરી કહ્યું, “સુરિજી! આપ જેવા જ્ઞાની જેકાંઈ બોલે તે કાંઈ ખ્યાલ બહાર તે ન જ હેયને? વારૂ ! ત્યારે એ જણાવો કે, આપને આ સમયે રાજઆજ્ઞાથી આ પાટણને ત્યાગ કરી જવું પડે તો, આપની દશા એક અનાથ ભિક્ષુક તુલ્ય થાય કે બીજું કાંઈ?” સૂરિશ્રીના જવાબ!
સનાથપંચ મહાવ્રતધારી ત્યાગી મહાત્માને અનાથ ભિક્ષુક તરીકે સંબોધનાર અને કહેનાર ભયંકર વાસનાઓના અતૃપ્ત ભિક્ષુક રાજન! જરા પિતાના પગ નીચે બળતું તપાસ અને પછી અવિવેકી મદાંધ બને ?