________________
૧૨૨
[ મહાન ગુજરાત નગરશેઠ, મહાજને, પ્રજાજને, નરનારીઓ, અબાલવૃદ્ધ સૌ કોઈ મહદ્ આશ્ચર્ય વચ્ચે હાજર થયા. પાટણની પ્રજાના હૃદયમાં સુરિજીના આ રીતના અચાનક થતા વિહાર માટે રોષ માને ન હતું. સુરિજીના સંયમનો, જ્ઞાન, તપ, તેમજ તેમના શ્રવણું થયેલાં વચનામૃતને એ પ્રભાવ હતું કે, સૌ કોઈ આંસુ ભર્યા નયનોથી હાથ જોડી ઉભા હતા. રાજાના ઘમંડને ખંડ ખંડ કરી નાખવાની સુરિજીની પરમાર્થ ભાવના, આ વિહારમાં સમાયેલી હતી.
મહાઅમાત્ય શાંતુમહેતા આવી પહોંચ્યા, વિધિપૂર્વક વંદન કરી આંખમાં ઝળઝળીઓવાળી હાલતે બોલ્યા: થયું તે થયું, ક્ષમાવિધાન “સુરિદેવ! પણ મહારાજાને ઘણું દુ:ખ થયું છે, એમણે જ મને મોકલ્યો છે. સમસ્ત સંધ તથા પાટણની પ્રજાની વતી તેમજ રાજવી અને મારી આપને પ્રાર્થના છે. કે આપે વિહાર ન કરો.
મહારાજાના સહસાત સુચન પર દ્રષ્ટિ ન ધરે, એ તે આપના પરિચિત, બાલ ધમસ્નેહી છે, દુષ્ટિાંતનું નિવારણ આપજ કરે. સાધુ વર્ગ માટે વિહાર એ આવશ્યકીય જીવન ચર્યા જરૂર, પણ, જ્ઞાનગંગામાં તમામને ઝીલવવા એ પણ વિહારને એક પ્રકાર અને ? હે સરિદેવ આપને સમજાવનાર હું કેણું" પાટણને પાવન કરવા પધારવાના છે.
સુરિજી –મહામંત્રી ! આપની ભકિતપૂર્ણ વાણીને ધન્યવાદ! તમને, રાજવીને, સંધને, તેમજ સમસ્ત પ્રજાને ધર્મલાભ! વિધિની આ ચેષ્ટા સારા માટે ગણી લેવી ઈષ્ટ છે. માને; આજ દેવાણા! “સહન કરવું એ દેવની આજ્ઞા છેને! આમાં વિધિનેજ સંકેત હશે. એમ કેમ નથી માનતા? જે થાય તે સારા માટેજને? એ તે આપ જાણો છોને? અન્ય ક્ષેત્રે મારા નિમિત્તે કદાચ આથી અધિક સેવા કેમ સજઈ નહિ હોય ? આપે મહારાજાને ધર્મલાભ પૂર્વક કહેવું કે, મારા તરફના વ્યક્તિગત ધર્મનેહને તેઓ સમષ્ટિગત (વ્યાપક) બનાવે ને ધર્મનું રક્ષણ કરે.' પાટણના સંધની જ્ઞાન પ્રાપ્તિની તથા પ્રચારની પ્રબલ જીજ્ઞાસા અતિ આવકારદાયક છે. પ્રભુનું શાસન સદેવ વિજ્યવંત છે. તમે સૌ જાણે છે, કે થોડા જ સમયમાં ખંભાતથી વિહાર કરી મારાથી અધિક સામર્થ્યવાત “શ્રી હેમચંદ્રસૂરી” તમારા પાટણમાં પધારવાના છે, કહે, કહે, મહા અમાત્ય! પાટણને પાવન