________________
વિદ્વાન રાજવીની ઘર્મ પરિક્ષા ] »
૧૧૭ મહારાજા વિક્રમાદિયે ભારતના ચારે વિભાગોમાં અજોડ દાનેશ્વરી તરીકે ભારતની સમસ્ત પ્રજાને ઋણમુક્ત કરી. અને ૧૮૦૦ જેટલા જિનાલયોનો પુનરોધાર કરાવ્યો હતો,
આ પ્રમાણે રાજે મહારાજાઓ અને જેનાચા એ પણ રાષ્ટ્રહિતાર્થે ધર્મ અને નીતિનું સરક્ષણ કરી પુરતા આત્મભોગ બન્યા હતા; અને બનતા આવ્યા છે.
આવા જેન ધર્મના જનાચાર્ય તરીકે હું આપને આગ્રહ કરીને ખાતરી પૂર્વક જણાવું છું કે “જેન ધર્મ એ પૂર્વકાળથી રાષ્ટ્રધર્મ તરીકે પળાતો આવેલ છે, અને ચક્રવતી રાજવીઓ પણ પોતાની કુળદેવીને માન્ય રાખી જૈન ધર્મના અનુયાયી રાજવી તરીકે પોતાને જાહેર કરતા હતા.
રાજન ! હવે પછીનું જ્ઞાનબળે ભાવિ જોતાં પણ એમ ખુલ્લું સમજાય છે કે, “મહારાજાધિરાજ સિદ્ધરાજ જયદેવ, અને ત૬ પશ્ચાતના ગુર્જર નરેશના હાથે જ જનધમને ઉદય થશે; અને અમર ઈતિહાસને પાને સુવ
ક્ષરે લખાશે. એવા અનુકુળતા ભર્યા સંજોગોમાં હે રાજવી ? તમારા અને મારો સંબંધ માત્ર સત્યધર્મની કસોટી અને પ્રચાર અર્થેજ થએલે છે.
જેને ન્યાય પક્ષપાત રહિત હૃદયના સાચા ભાવથી લેવો તેમજ | ગુર્જર નરેશની ગૌરવતા અને અમર કીર્તિ સમાએલ છે. “કેમ કાંઈ ધ્યાન પુર્વક સમજાય છે? રાજન
હે રાજન ? જિનેન્દ્ર વ્યાકરણના આધારે તેમજ પ્રાપ્ત થએલ અન્ય મહાન દૈવિક શકિતશાળી ગ્રંથોના આધારે રચાતુ વ્યાકરણ પ્રસિદ્ધિ પામશે. જૈન ધર્મને લગતી ગ્રંથિક પ્રભાવના ગુર્જર નરેશને હસ્તેજ થવાની છે. જેમાં એવા અનેક પ્રભાવશાળી ગ્રંથની રચના “ત્રિપબ્દિશલાકા પુરૂષ “ ચરિત્રતા નામથી થવાની છે, જે-ગ્રંથ ગુજર ભૂમિની અમર કીર્તિ ઉપર સુવર્ણ કળશ ચઢાવનારી બનશે.
આ પ્રમાણેનું ભાવિ પિતાને જ્ઞાનબળે જાણનાર શ્રી સૂરીશ્વરના મુખથી સાંભળી મહારાજા સિધ્ધરાજની ધાર્મિક શંકાઓનું સમાધાન થયું. અને તે જન ધર્મને અનુરાગી બને, જો કે આ રાજવી પિતાના અંતિમ સમય સુધી શિવમાગી રહ્યો હતો. છતા જન ધર્મ, જૈનાચાર્યો અને મહાજન પ્રત્યે ગુજરાતના નાથની સંપુર્ણ ઉચ્ચકારીની ભાવનાઓ અમી ઝરતી રહી હતી,