________________
શુલ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા ] »
૧૦૩ ત્યારબાદ રતનગિરિ શીખર પર જઈ ત્યાંના કુંડમાં સ્નાન કરી ત્યાં રહેલ દેવીના ખોળામાં તે મણિ મુક.
પછી શ્રી ગરૂડજીએ સ્થાપીત શ્રી ગરૂડેશ્વર મહાદેવના મંદીરે જઈ શ્રી કેદારેશ્વર મહાદેવના મંદીરે જે પ્રમાણે મણિનું પુજન હતું તે પ્રમાણે પુજન કરવું આ સમયે અને આ સ્થળે ૩૦શ્રીનમઃ સવાલક્ષ પ્રમાણ જાપ કરો.
આ પ્રમાણે શુદ્ધ વિધિપૂર્વક મણીને ગ્રહણ કરનારે ભાગ્યાત્મા મણીના ભેદ પ્રમાણે ફૂલની પ્રાપ્તિ કરે છે, જેમાં મંત્રવાદી મણીને મંત્ર સિધ્ધ બનાવે છે તે જ પ્રમાણે સંસારીઓ અષ્ટ મહાસિધિઓની પ્રાપ્તિ કરે છે, અને મુમુક્ષ સાધકે–મેક્ષની પ્રાપ્તિ કરે છે, આ પ્રકારનું ફળ સાધકને તત્કાલિત પ્રાપ્ત થાય છે અને ઈચ્છીત સમયે મણી ધાર્યા પ્રમાણે ફળ દેનારે સિધ બને છે.
આ પ્રમાણે મણ પ્રબંધનું દર્શન કરાવ્યા બાદ, ગ્રંથકાર સુરિશ્રી જણાવે છે કે, જે મનુષ્ય પ્રભુને ગુણાનુરાગી હોય, તેમજ તે સદાએ સુકૃતેનો લાભ લેતે હોય, અને ધર્મના તત્વજ્ઞાનને પામેલ હોય તે મનુષ્ય પછી ભવિષ્યતાના યોગે, ક્રોધ, ષ, અને કામ રૂપી અવગુણવાળો હોય તે પણ તે મનુષ્ય લક્ષ્મી અને ધનની પ્રાપ્તિ કરી શકે છે. ને તેનું જીવન-સુધારી શકે છે.
૩ તે મહાનુભાવને જ ધર્મ, લક્ષ્મી, અને માનની પ્રાપ્તિ થાય છે. જેના હાથે ભાવપુર્વકને દાનપ્રવાહ, વહેતે હેય, અને સુકૃત્યો થતા હોય છે. તેને આવા ઉચકેટીના ફળદાતા રત્નોની પ્રાપ્તિ થતી હોય છે. - ૪ તે ભાગ્યામા જ ઉચકેટીને ધર્માત્મા અને સાધક બની શકે છે કે, જે સંયમરાગમાં મગ્ન રહેતું હોય તેને જ અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધાનની પ્રાપ્તિ થતી હોય છે, તેમાં કામ ક્રોધ અને અનેક પ્રકારના દોષનું નિવારણ પણ જલદીથી થઈ તે ઉમંગથી અરાધક બની શકે છે.
ભલે કોઈ ભાંગ્યામાં અનેક પ્રકારના અવગુણોથી ભરેલું હોય છતા તે. પુરૂષ સદકૃત્યને લાભ લેતે હેય, સદગુરૂનો સમાગમી બનેલ હોય તે તે, આત્મા કાળે કરી ધર્મને પામી શકે છે અને સ્વ અને પરનું કલ્યાણ કરી શકે છે. પણ આ બધુ એ કયારે બને કે જ્યારે દેવ ગુરૂ, અને ધર્મ પર પુરતી શ્રદ્ધા હોય ત્યારે.