________________
૧૦૯
[[મહાન ગુજરાત જણાવેલ જડીબુટ્ટીના યોગે તે બળદ ફરીથી પુરૂષ બને. મહારાજ જગલના ઘાસમાં જડીબુટ્ટીની પરીક્ષા વિદ્યાધરે કરી, અને યશોમતિને તારી, તે પ્રમાણે છે રાજન ! આપ પણ ધર્મ પરીક્ષા કરી ઘણું ધર્મોમાંથી પિતાના કલ્યાણાર્થે ધર્મોના સાચાં તો ગ્રહણ કરે કે આ દષ્ટાંત ઉપરથી આપ સમજી શકશે કે સવ દર્શનમાંથી સાચો ધર્મ આપને યોગ્ય લાગે તેનાજ આપ ગ્રાહક બને. તેમાં હઠાગ્રહ હોઈ શકે જ નહિ આવા સુરિશ્રીના યુકિતમય વચનો અને દ્રષ્ટાંતથી મહારાજા સિદ્ધરાજ પ્રસન્ન થયા.
ત્યારબાદ રાજવીએ સિધ્ધપુરી એટલે સિદ્ધપુરમાં ઔતિહાસીક દ્ર માળનું મંદિર બંધાવ્યું, જેની સાથે પિતાના આભુ મંત્રી પાસે રામ વિહારને એક ભવ્ય જિનપ્રસાદ કરાવી તેમાં શ્રી વીરપ્રભુની સ્થાપના મહોત્સવ સહિત કરી.
એક વખત શ્રી હેમસૂરીજીને રાજાએ પુછયું કે સરિશ્વરજી ! શંકરના મસ્તક ઉપર ચંદ્ર રહે છે, ત્યારે અરિહંતના ચરણે ચંદ્ર નમે છે.” આપ શિલ્પશાસ્ત્રીઓને બોલાવી, તેને લગતું અંતર પૂછ તરતજ રાજવીએ ભરસભામાં શિલ્પશાસ્ત્ર જાણકાર શીપીઓને બોલાવી આને લગતા પ્રશ્ન કર્યો. ત્યારે તેમણે કહ્યું કે “હે રાજન ! શિલ્પશાસ્ત્રમાં એને ઉલ્લેખ છે કે, સામાન્ય ઘરમાં નરની પાંચ શાખા છે, રાજાના ભુવનમાં સાત છે, ઇશ્વર ભુવનમા નવ, અને જિનભુવનમાં એકવીશ હેાય છે. શિવમ દીરમાં એક મંડપ હેાય છે. જ્યારે જિનગૃહમાં ૧૦૮ હોય છે. જીનને ત્રણ છત્ર શિરપર હેય છે, એને માટે સિંહાસન બેસવા હેાય છે. જીનમુદ્રા પદમાસન સ્થિત હોય છે, અને નેવે ગ્રહે તેમના ચરણે સેવે છે. વળી તેને દેખીને ભય ઉપજતો નથી. ત્યારે બીજા દેના હાથમાં હથીઆર અને પાસે નારી વિગેરે હોય છે. આ પ્રમાણે અરિહંત (તીથ કરો) અને શંકર વગેરેમાં વાસ્તવિક તફાવત સમજવો.
આ જાતના શિલ્પીના જવાબથી રાજસભા અને મહારાજાધિરાજે વિચારમગ્ન થયા તેમજ મહારાજા પ્રસન્ન પણ થયાં.