________________
પ્રકરણ ૨ જી.
વિદ્વાન રાજવીની ધમ પરીક્ષા આપણે ગત પ્રકરણમાં જોઈ ગયા તે પ્રમાણે ગુજરાધિપતિ મહારાજા સિદ્ધરાજને શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મ પરીક્ષાર્થે એવો સુંદર તોડ કાઢી આપો કે જેમાં ધર્મની ગૌરવત માં કોઈ પણ પ્રકારને બાધ આવે નહિ; અને રાજવીના હૃદયમાં પિતાના પ્રત્યે અવિચલ શ્રદ્ધા રહે.
એક ફકીર અને સાધુને વિવાદ - રાત્રીના ચોથા પ્રહરે લગભગ બ્રાહ્મ મુહુર્તમાં નિત્યનિયમ પ્રમાણે ધાર્મિક સાધના ધરાવનાર હિંદુ સાધુસંતે તેમજ મુસ્લીમ ફકીર મહારાજાએ બંધાવેલ સહસ્ત્રલિંગ તળાવને કિનારે કે જ્યાં એક આંબાનું વૃક્ષ આવેલ હતું ત્યાં, સ્નાનાર્થે આવતા હતા, જેમાં તેઓ પગથિએથી ઉતરી સ્નાનાદિક ક્રિયાઓ કરી શારિરીક શુદ્ધિ કરતા હતા. જ્યાં નિયમિત એક ફકીર પણ પ્રભાતે વહેલો આવી સ્નાનાદિક ક્રિયાઓ કરી તેમાં મુખ પ્રક્ષાલન કરતા અને પિતાના મુખનું એઠું પાણી પાછું તળાવમાંજ નાંખતો.
આ જાતની ક્રિયાથી તળાવનો આ વિભાગને ભાગ અશુધ્ધ થતો. તે વસ્તુસ્થિતિ તેની પશ્ચાત તુરતજ સ્નાનાર્થે આવનાર એક સનાતન ધર્મ મહાન પ્રભાવશાળી સાધુના જોવામાં આવતી.
આ સાધુ તે ફકીરને આ પ્રમાણે તળાવ અશુધ્ધ કરતાં રોકાણ કરતે, અને તેથી આ તીખાસ્વભાવના ફકીર તેમજ તપસ્વી સાધુ વચ્ચે હંમેશાં ઝઘડો થતા.
આ ઝગડાએ એક વખતે વિતંડાવાદનું સ્વરૂપ પકડયું. અને બને વચ્ચેની જીદ વધી પડી; એટલે બને (ધર્મ) દુરાગ્રહી બન્યા.
આ ઘટનાનું નિરીક્ષણ અહિં રહેલ આંબાના વૃક્ષ પરની એક કોયલ કરી રહી હતી.