________________
ખંડ ૨ જો પ્રકરણ ૧ લું.
શ્રી હેમચંદ્રાચાર્ય અને મહારાજા સિધ્ધરાજ પાટણના જેન ઉપાશ્રયમાં સમર્થ જૈનાચાર્યો. જીતેન્દ્ર વ્યાકરણના આધારે શબ્દાનું શાસન ગ્રંથની રચનામાં ગુંથાયા હતા. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય તેમાં જીવનની સાર્થકતા માનતા હતા, અને પાટણને શ્રીસંધ તેમાં ઉત્સાહથી સાથ આપી રહેલ હતું. આ પ્રમાણે પાટણન ઉપાશ્રય વિદ્વાન ધમૅચાર્યો શાસ્ત્રીઓ તેમજ લહીયાઓથી મહાન ગુજરાતની વિદ્યાપીઠ બન્યું હતું. જેમા સુરિશ્રીના આ મહાન કાર્યના મુક્તકઠે ચારે દિશાએ પ્રશંસા થતી હતી એક દિવસ મહારાજા સિધ્ધરાજ રવાડીએ જવા ગારૂઢ થઈ નગરમાંથી પસાર થઈ રહ્યા હતા નગરજનો હારબંધ બંને બાજુ ઉભા રહી મહારાજાની પ્રભાવશાળી સ્વારીને નિહાળી રહ્યા હતા. સમયજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીજી પણ એક બાજુએ
ગ્ય સ્થળે એવી રીતે ઉભા રહ્યા હતા, કે જેમની ઉપર મહારાજાની દ્રષ્ટિ કુદરતી રીતે જ પડે
ભવિતવ્યતાના સુયોગે બન્યું પણ તેમજ રાજ્ય સ્વારી રમવાડીએ જતાં મહારાજાની દ્રષ્ટિ અપુર્વ બ્રહ્મ તેજથી જેમનું લલાટ સુર્ય સમાન ચળકી રહ્યું છે, એવી દિવ્ય મુતિ ઉપર પડી.
આ બને સમથે મહાપુરૂષોની દૃષ્ટિ અન્ય એકત્રિત થઈ. દષ્ટિનું મિલન થતાંજ જેમનું હૃદય શ્રી હેમચંદ્રાચાર્ય પ્રત્યે લેહ ચુંબકની માફક આકર્ષાયું છે એવા રાજવીએ તુરતજ દુરથી આચાર્ય દેવને નમન કર્યું, અને શ્રી હેમચંદ્ર સૂરીશ્વરે સ્મિત વદને નીચેનાં સંસ્કૃત પદમાં પ્રસંગોચિત આશીર્વાદ આપો