________________
શુકલ તીથની મહત્તા અને રત્ન પરિક્ષા ] »
૧૦૧ આ મણિ સમગ્ર શત્રુઓનો નાશ કરનાર છે-અઢી રેખા યુકત આ મણિ જેને પ્રાપ્ત થયો હોય તે ઘણું સંપૂર્ણ એશ્વર્ય પ્રાપ્ત કરે છે. (૧૬) લક્ષ્મી તીલક:
આમણિ-કમલપત્ર સમાન કાંતિમય તરેષાઓથી પ્રકાશમાન હોય છે.
આ મણિ વિધિના વિધાન અને લાભને દેનારે છે. (૧૭) લક્ષ્મીપતિ:
આ મણિ પાકેલા જાંબુના ફળસમાન શોભિત બધા રંગના બિંદુઓ મય હોય છે. તે સર્વે પ્રકારનાં લાભને દેનારો છે.
(૧૮) કૃષ્ણમણિ:- આ મણિ આમળાના ફળ જેવો, બિંદુઓવાળે પ્રકાશમાન અને નેહાને હોય છે. યથાવિધિથી આ મણિના ચરણોદક સેવનથી પુણ્ય લાભની પ્રાપિત થાય છે.
ચંદ્રના મંડળ જેવા વિવિધ આવર્તા યુકત, ચંદ્રિકાઓથી વિરાછત જેનાં અંતરિક્ષમાં આકાશ જે નિર્મળ, બહારના ભાગમાં બાલચંદ્રસમ પ્રકાશિત, સમર્થ, અને પ્રભુ સમાન અચિન્ય ફળ દેનાર, પાપોથી છોડાવનાર, જે મણિ પુજય હેય તે સર્વે વ્યધિ હરનાર, અને ભોગ અને મોક્ષને દેનાર થાય છે.
- પ્રખર રેખાઓનો વિચાર કરી શુભલક્ષણવાળા મણિઓનો જ સાધક પુરૂએ ઉપયોગ કરવો.
દરેક મનુષ્યને પિતપતાના ભાગ્યનું જ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. -
શુક્લ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા
- મણીઓથી સાધકને કઈ રીતે ફળની પ્રાપ્તિ થઈ શકે. નર્મદા નદીના પટમાં રહેલ દેવાસી મણુઓના લક્ષણોનું વર્ણન કર્યા બાદ તેના ગુણ દોષનું