________________
શુકલ તીર્થની મહત્તા અને રતન પરિક્ષા ] + - જેના ચરણામૃતથી મહન ઝેરોને વિનાશ થાય છે. અને પાપનો નાશ થાય છે. જેનાથી સર્પ ભય પણ દુર થાય છે.
આ મણિના શાંતિ પાઠથી અનેક પ્રકારનાં કાર્યોની સિદ્ધ થાય છે. જેનાં શાંતિ પાઠ સમયે સ્વાધ્યાય, દાન, અધ્યાપન અને પતિગ્રહ, એ દરેક પ્રકારની વિધિ યુકત ભકિત ભાવની પૂજાથી છ પ્રકારના કર્મોને- આ મણિ દેનાર છે.
(૯) હનુમાનમણિ -
આ મણિ મેઘના જેવી કાંતિ વાળે, નાને નિમળ ક્રાંતિના સમુહ શભાત, જાતે કાળી અનેક રેખાયુકત વિવિધ રૂપવાળો અને થોડે ગળ અત્યંત ચીકણ હોય છે.
- આ હનુમાનમણિ ભૂત, પ્રેત અને પિશાચાદિના ભયંકર દોષનો નાશ કરનાર છે.
(૧૦) શેષમણિ:
આ મણિ નાને ગોળાકાર અતિ નિર્મળ, સુંવાળો, ચંદ્રનાં જેવો શુશોભિત, એવા આ શેષમણિનાં ચરણોદક વડે ઝેરી સર્પોનું ઝેર અને સોમ વિગેરે ઝાડાના તથા તેવાજ અતિતીણ ઝેરને વિનાશ કરનાર છે.
(૧૧) મયુરમણિ:
મોરનાં આકાર જેવો મનહર, કાળી આંખથી ભિત, ન્હાને કોમળ, અતિનિર્મળ, મધ્ય ભાગમાં આકાશ જેવો, ઘુમરીઓની પંકતિમાં મોરપિચ્છના આડલા જેવી કાંતિમય ઘેરાયેલે, જે મણિ હોય તે મયુરમણિ જાણો.
આ મણિથી દરેક પ્રકારનાં વિષને નાશ થાય છે. જેનાં ભકિતપૂર્વક પુજનવડે સર્વે પ્રકારનાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ તેનાં ચરણોદકનાં પાનથી વિંછીનું ઝેર, લેડીના ઝાડા, અને નેત્રરોગ મટે છે. તેમજ કાન અને પેટનાં ભયંકર શુળો, તેમજ બીજા અનેક જાતના વ્યાધિઓ પણ મટે છે.