________________
મહાન ગુજરાત ] આ પ્રમાણેનાં યુકિતપૂર્વકના વાકયોથી સ્વપ્નમાં જ મહારાણીના ગર્વને વિનાશ થયે. તેણીએ આ સાધવીને નમસ્કાર કર્યો. તદ્દપશ્ચાત તરતજ સેમેશ્વર ભગવાને સ્વપ્નમાં તેમને દર્શન દીધાં. તે દીવસથી નિરાભિમાની બની દાનેશ્વરી રાજ્યમાતા મીનળદેવી સહેદિત પ્રવૃત્તમાન રહેતા હતા જેમાં શાંતૂ અને મુંજાલ મંત્રી તથા શ્રી દેવચંદ્ર આર્ય અને કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશનો લાભ તેઓને મળત. અને તેમણે આ પ્રમાણેના ઉચ કેટીના સદગોએ પિતાના જીવનની સાર્થકતા એક આદર્શ માતુશ્રી તરીકે કરી.
- અનેક વખતે રાજ્ય મંદીરે શ્રી દેવચંદ્રસુરી, શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી દેવેન્દ્રસુરી, શ્રી વાદી શાંતિસૂરીજી વગેરે પધારતા. રાજ્યમાતાની ધાર્મિક દ્રઢતા સુદ્રઢ થાય તે પ્રમાણે તેમને ધર્મોપદેશ આપતા. અને રાજયમાતા તેમના ઉપદેશ પ્રમાણે યથાશકિત ધર્મસેવા બજાવતા.
આ કાળે રાજય પુરોહિતે પણ રાજય માતાને અવારનવાર ધર્મોપદેશ આપતા. જેને લાભ પણ તેઓ પરિપુર્ણતાથી લેતા.
આ રીતે રાજય માતાનું વૈધવ્યવસ્થાનું જીવન, તેમજ તેમની ભરયુવાની અને ઉત્તરાવસ્થા એવી રીતના ઉચ્ચ સંસ્કારોથી સત્સંગમાં, પૂર્વ જન્મનાં જ્ઞાની આત્મા તરીકે પરિચિત થએલ હતી કે, જેમાં તેમને માટે કોઈ પણ જાતની શંકાનું સ્થાન રહેતું જ નથી. આવી માતાઓ ભાગ્યેજ રાજય કુળને પ્રાપ્ત થતી હોય છે. ધન્ય છે આવી રાજ્યમાતાને અને તેમના રાજયકુળને.