________________
પ્રકરણ ૧૯ મું.
શુક્લ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા
શુકલ તીર્થમાં આવેલ રેવા (નર્મદા) નદીમાં ઉત્પન થતા રત્નોને ઉલ્લેખ કરતાં પ્રાચિન ગ્રંથકારે જણાવે છે કે “પૂર્વકાળે ભૃગુકચ્છ નગર (ભરૂચ) નજદીક રેવા નદીના તટ પાસે, ચારે દિશાના દેવોથી રક્ષણ કરાતું શુકલતીર્થ નામનું મહાનતીર્થ છે. આ તીર્થના પુર્વ ભાગમાં ઈન્દ્ર મહારાજે રત્નોના પર્વત રાખ્યા છે. તેના રક્ષણાર્થે શૃંગાર ગ્રામાક્ષી નામની અધિષ્ઠાય દેવી સ્થાપી છે, આ પર્વતમાં ગરૂડને વમન થવું. અને તે વમનથી મણિકાંલા નામની મોટી નદી ઉત્પન્ન થઈ.
આ શુકલ તીર્થના કેદાર કુંડના નિર્મળ જળમાં ઈદ્ર પુજિત ત્યાં રહેલા કેદારનાથ નામના ભેરવની અંગે વર્ણન કરતે અને તેની પુજા વિગેરેની વિધિ દર્શાવનારે ગ્રંથ “ર પાસના બાયકલ્પ” વિદ્યમાન છે. તેમાં દર્શાવ્યા પ્રમાણે આ ભરવની પુજા કરવાથી લાભ થાય છે.
આ તીર્થમાં ઉપરોકત મણિકાલા નદીમાંથી ગલેછલીની (અર્થાત ભોપાથરી) નામની ઔષધિને લેપ કરી રત્નોને ઇચ્છનારા પુરૂષ, નદીમાં અનેક જાતની મનોકામના પૂરા કરનાર રત્નને જોઈ શકે છે અથવા શોધી શકે છે.
તે દરેક મણીમાં ઈવા સ્થાપિત છે. અર્થાત વજનું તેજ દરેક મણિમાં અલોકિક રીતે રહેલું છે. કુબેર ભંડારી દેવે પ્રત્યેક મણિમાં નીધિ રાખેલ છે. દરેક મણિમાં મહાદેવે મંત્રનો સાર સ્થાપિત કર્યો છે. અર્થાત દરેક મણિ મંત્ર યુકત છે.
- આ મણિએમાંના કેટલાએક મણિઓ સાધકની આજ્ઞા પ્રમાણે ફળ દેનારા, કેટલાએક આકાશ ગતિગામિ, કેટલાએક રૂપ ધારણ કરવાની શકિતઓ