________________
પ્રકરણ ૧૪ મું રાજકુમારનું આદર્શ બલિદાન
ગુજરાતની સતા વનરાજ ચાવડા પછી ધીમે ધીમે મકકમ થતી ગઈ; જેમાં મૂળરાજ સોલંકીએ પૂરત સાથ આપ્યો. વિ. સં. ૧૧૨ પછીના કાળમાં કાઠિયાવાડ-કરછ–અજમેર અને ત્યાંથી આગળ વધી ઉત્તર પ્રદેશ સુધી ગુર્જરનરેશની આણ પ્રવર્તતી. અને તે પ્રદેશ ગુજરાતની સરહદ ગણાતે.
મહાન પ્રભાવશાળી ચામુંડરાયે દક્ષિણ તરફ પણ પોતાની સત્તા ફેલાવી. આ ગુજરનરેશે વીરતાથી તૈલપના સેનાધિપતિ બારપને હરાવી લાટ પ્રદેશ પણ કબજે કર્યો હતે.
આ કાળે મહીથી તાપી નદીની વચ્ચેનો પ્રદેશ લાટના નામથી ઓળખાતે હતો. એટલે ગુજરાતની સરહદ પણ દક્ષિણે તાપી નદી સુધી આગળ વધી હતી.
ચામુંડરાયે પિતાના પિતાના ક્ષેત્રસંન્યાસ પછી રાજયની જાહોજલાલી સાચવી રાખી હતી. ત્યાર પછી જોતજોતામાં બે પેઢીઓ પસાર થઈ ગઈ અને ભીમ પહેલે ચામુંડરાયના ઉતરાધિકારી વારસ તરીકે રાજયગાદી પર આવ્યો.
ભીમદેવ પહેલાએ પોતાના રાજયઅમલ દરમિયાનમાં અને બુંદેલખંડના રાજવીઓને ગુજરાતની સતા નીચે આણ્યા.
આ વખતે પણ યવનોનાં પગલાં ગુજરાત પર ફરી વળ્યાં હતાં. મહમદ ગજનવીએ સોમનાથ પાટણ પર ચઢાઈ કરી તેને લૂંટયું; આ યવન રાજવી પાટણની ભરપૂર રિદ્ધિસિદ્ધિ સાથે સ્વદેશ તરફ પાછો વળે. તેના ગયા બાદ ભીમે ફરીથી ગુજરાતને કબજે લઈ ત્યાં પિતાના બાહુબળે સતા જમાવી.
ભીમદેવે અણહિલપુર પાટણમાં ૪૨ વર્ષ સુધી રાજય કર્યું.
આ રાજવીના રાજયઅમલ દરમિયાનમાં ( ગુજરભૂમિમાં) એક વખત વરસાદની તાણ પડી, જેથી સમસ્ત રાજયના ખેડુતોએ બે પેઢીથી