________________
રાજવંશી જૈનાચાર્યોની સેવા +
૬૫
સોલંકીવંશી રાજકુટુંબીઓમાંથી ચારિત્ર અંગીકાર કરનાર શ્રી દ્રોણું ચાર્યજી અને સૂરાચાર્યજીએ ગુર્જર અને માલવની ભૂમિમાં જન ધર્મને મૂળિયાં એવાં તે સુદઢ કર્યા કે જાણે શેષ નાગના માથા પર તેની સચોટ અસર ન થઇ હોય ?
તેમણે પાટણના રાજકુટુંબ તેમજ રાષ્ટ્રને લગભગ જ'ન ધર્માનુરાગી બનાવ્યું. માલવ પર પણ તેમના પ્રતિબોધની પૂરતી અસર થઈ. માલવના રાજ કુટુંબમાં પણ જૈન ધર્મ પળાવા લાગે. આ જ શકમ મહાત્માના માલવના વિહારે માલવમાં ચારે દિશાએ જેન ધર્મ વિકાસિત બન્યો.
શ્રી સૂરાચાર્યજી અને શ્રી દ્રોણાચાર્યજીની બંધ વેલડીએ ખુદ મહારાજા ભીમદેવ પર જૈન ધર્મને પૂરતા પ્રભાવ પાડે. રાજકુટુંબે તેમાં સાથ આપે, અને મહારાજા જેન ધર્માનુરાગી બન્યા.
મહારાજા ભીમદેવના સમકાળે ગુજરાતમાં સર્વાંગિ સાહિત્યની પ્રવૃત્તિને વેગ નદીપૂરની માફક વધવા લાગ્યો. અને સન્માન્ય બન્યો.
કુદરત પણ સંસ્કૃતિમય ગુર્જર સાહિત્યના વિકાસ અર્થે સરસ્વતી માતાના માહીરધરરૂપ પિતાના અમીઝરતા (નદીપૂર) સ્થાનને જાણે સુદઢ ન બનાવતો હોય ? તે પ્રમાણે આ કાળે માલવનરેશ મહારાજા ભોજની સ્પર્ધા કરવાની જિજ્ઞાસા ગુર્જર ભૂમિના પડિતે, શાસ્ત્રીઓ અને રાષ્ટ્રને એક્યતાના બળે થઈ. અને સૂરાચાર્યજીની ગુજ૨ વ્યાકરણરચનાની જિજ્ઞાસાને પૂરતું પ્રોત્સાહન મળ્યું.
મહારાજા ભીમદેવે શ્રી સુરાચાર્યજીનું અપમાન તે ગુર્જર રાષ્ટ્રનું અપમાન માન્યું, મહત્ત્વકાંક્ષાએ માલવ સરહદ સુધીના દરેક દેશ જીતી લીધા અને પિતાની સત્તા અને સરહદ વધારી.
સરસ્વતિ જ્ઞાનભંડાર પ્રાપ્ત કરવા તેઓએ માલવ પર અનેક વખત ચઢાઈ કરી. પણ તેમાં તેમને ફાવટ આવી નહિ; પરંતુ શ્રી. સરાચાર્યજીના વાવેલ બીને લાભ શ્રી હેમચંદ્રાચાર્યજીને પૂરતી રીતે મહારાજ જયદેવના સમકાળે મળ્યો. અને “શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામના મહાન વ્યાકરણ શબ્દકેશની રચના થઈ.