________________
રાજકુમારનું આદર્શ બલિદાન] *
૬૯
પ્રસન્ન થયા. અને તેમણે જણાવ્યું કે, હું કુમાર ! તારી અસાધારણ અશ્વસવારીની શકિતથી પ્રસન્ન થઇ હું તને વર માગવા જણાવું છું. માગ, જો તું આ સમયે રાજગાદી માગશે તો તે પણ આપવાને હું ખુશી છું, જેને માટે તું સંપૂર્ણ લાયક છે.”
વિનયી કુમારે જણાવ્યું કે, “ હે પિતાજી ! આપની છત્રછાયામાં પાટવી કુંવર અને રાજ્યના સલાહકાર તરીકે પ્રજાની ફરિયાદ સાંભળવામાં મને એટલે લાભ મળે છે તેટલા જ લાભ મને ગાદી પ્રાપ્ત થયા પછી મળવા દુર્લભ છે, માટે આપ મારા ઉપર જો પ્રસન્ન થયા હા, તે આપે આ વર્ષે ખેડુતોને બટાઇ મુકત કરવા.” અને આ પ્રમાણે જ્યારે જ્યારે અને ત્યારે ત્યારે ખેડુતાને આ જાતના રાજ્યલેખના લાભ મળે એ પ્રમાણેનું લખાણ આપે રાજય– તરે દાખલ કરવું; જેમાં લખવુ કે કાઇ પણ દુ:ખી ખેડુત પર કર ઉઘરાવનારે જુલમ ન કરવે’
આ પ્રમાણેનું ગૌરવશાળી અને કુળદેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરનારૂ દેશદાઝભરી માંગણી સાંભળતાં જેનાં ચક્ષુમાંથી હની અશ્રુધારા વહી રહી છે, એવા પ્રસન્નચિત્ત રાજવીએ રાજકુમારને ધન્યવાદ આપતાં કહ્યું કે, “હું કુમાર ! તેં આ સમયે રાજ્યકુટુંબ અને દેશની સેવા એવી રીતની ખજાવી છે કે, જેને અંગે આ ઘટના ભવિષ્યમાં ઇતિહાસને પાને અમર બનશે.” આનું નામ તે રાષ્ટ્રપ્રેમ ! આનું નામ તે સેવા !
આજના રાજકુમારી અને પાટવીએ આ પ્રમાણે રાષ્ટ્રસેવા બજાવવા ભાગ્યશાળી થશે ખરા કે ?
મહારાજાએ “તથાસ્તુ' કહી તે પ્રમાણેની નેાંધ રાજ્યકૢતરે કરાવી. અને તેને લગતા ખાસ દરખાર ભરવામાં આવ્યા: જેમાં મહાજનશ્રીની હાજરીમાં આજ્ઞાપત્રક બહાર પડયું કેઃ
પાટવીકુંવર મૂળરાજે ખાસ વાનમાં આ વસ્તુ દેશહિતાર્થે માગી લીધી છે કે દુષ્કાળને અંગે આ વર્ષની ખેડૂતાની મટાઈ માફ કરવી. તે મુજબ હું ખેડુતાને ખટાઇમાંથી મુક્ત કરૂ છું તેમજ હું રાજીખુશીથી • ભવિષ્યના રાજવીઓને ભલામણ કરૂં છું કે જયારે આવા સંજોગા ઉપસ્થિત થાય ત્યારે યારે ખેડૂતાને મટામાંથી મુક્ત રાખવા.” ત્યારબાદ દાર અરખાસ્ત કરવામાં આવ્યા.