________________
૭૨
[ મહાન ગુજરાત બાહુલદ ગામ પાસે આવતાં ત્યાં આગળ જાત્રાળુઓ પાસેથી રાજ્ય તરફથી કર લેવામાં આવતો. આ કર આપવા જેટલી રકમ પણ મારી પાસે ન હતી. તેથી હું ત્યાંથી આગળ ન જઈ શકી. અને નિરાશ થઈ. તે સમયે મને ઘણું જ દુ:ખ થયું. “યાત્રામાં આવો કર લેવામાં આવે તે તદ્દન અગ્ય હે, મેં પ્રતિજ્ઞા કરી કે, “આવતા જન્મમાં આ કરને દૂર કરનારી હું થાઉં.” એ જાતને નિશ્ચય કરી અને ત્યાગ કરી તે જાતનાં નિયાણાથી હું મૃત્યુ પામી.”
પરિણામે પૂર્વજન્મનાં કરેલ નિશ્ચયનાં પરિણામે, હે રાજન! આપને ત્યાં રાજકુમારી તરીકે મારે જન્મ થએલ છે; તે તમારે બાહુલેદ્દ (શુકલતીર્થ ની યાત્રાએ જનાર અને નર્મદા નદીમાં સ્નાન કરી પાછા ફરનાર યાત્રાળુઓના કરવિમેચનાર્થે ગુર્જર દેશના રાજવી કર્ણરાજ સાથે મારાં લગ્ન કરવાં, કે જેથી મારા પૂર્વજન્મનાં કૃતનિશ્ચયની સાર્થકતા થાય. અને આ જન્મની પવિત્રતા સાધી હું ભવાંતરે ઉચ્ચ કોટિનું ભાતું બાંધી શકું.”
ત્યારબાદ ઉંમર લાયક થએલ રાજકુમારીની ઇચ્છા મુજબ તેના પિતાએ ગુજરાધિપતિ મહારાજા કર્ણદેવ સાથે મીનળદેવીનાં લગ્ન કર્યા.
લગ્નને લગતી હકીકતમાં સમજવા મળે છે કે –
“રાજ્યકુમારી મીનળદેવીને સહેવાસ સાદે અને જીવન તદન મીરાંબાઈ જેવું ધર્મિષ્ઠ હોવાની બાતમી કર્ણદેવને મળતાં તેણે લગ્નની ના પાડી. પરિણામે જે મહારાજા કર્ણ લગ્ન ન કરે તે તેને શિરે સ્ત્રીહત્યાનું પાપ આવશે એમ મીનળદેવીએ કહેરાવ્યું. જેમાં તેની આઠ સખીઓએ પણ આ જાતનું વ્રત લીધું.
આ જાતની હકીકત કર્ણદેવની માતા ઉદયમતીને કાને આવી. સ્ત્રીઓનું કમલ હૃદય, એકનિષ્ઠતા અને હઠાગ્રહને સમજનાર તેમજ “એકજ પતિવ્રતને મહિમા.” જાણનાર રાજમાતા ઉદયમતિએ કર્ણને કરાવ્યું કે, જો તું મીનળદેવી સાથે લગ્ન નહિ કરે તે તેની સાથે હું પણ આત્મહત્યા કરીશ. મહાજને પણ મહારાજાને સમજાવી લેવામાં પુરતે પ્રયાસ કર્યો.
આ પ્રમાણે રાજમાતાની હઠ તેમજ મહાજનની સમજાવટથી કર્ણદેવે નમતું આપ્યું. અને રાજવીના લગ્ન મીનળદેવી સાથે થયાં. પરંતુ કર્ણરાજે લગભગ ૨૦ વર્ષ સુધી તેની સામે નજર પણ ન કરી. પરિણામે મીનળદેવીએ પિતાનું જીવન પવિત્રતાથી પ્રભુ ભકિતમાં ગાળ્યું.