________________
- : [ મહાન ગુજરાત અને રાજયમાતા થયા છે. અને આ જન્મમાં આવા પ્રકારના લેાકતર દાને તેમજ સત્કર્મોથી ભાવિ જન્મોમાં પણ તમારું કલ્યાણ થવાનું છે. એવું મને જ્ઞાનબળે દેખાતાં મે આપનું ત્રણે કુળનું પાપ ગ્રહણ કર્યું..”,
આ પ્રકારનું દાન ગ્રહણ કરનાર ઉંચ્ચ કોટીન સંસ્કારી, રાજય અને રાજયકુળને હિતાથી બ્રહદેવ હોવો જોઈએ. એવી શાસ્ત્ર આજ્ઞા છે. જેમાં આર્થિક લેભને વિચાર ન કરતાં, રાજયકુટુંબના અને આપના કલ્યાથે પાપ ઘટનું દાન લેવા, એને આપના કુળને મે તારવા નિશ્ચય કર્યો. પરતું સાથે સાથે યુકિતપૂર્વક આ જાતના દાનથી મારું બ્રહ્નકુટુંબ પાપમાં ન ડુબે. અને હું પણ સ્વકુટુંબ સહિત નિર્મળ રહું તેને ખાતર, મેં લીધેલ દાન આપની સન્મુખ આ વિદ્વાન દુઃખી શ્રદ્યદેવને સંકલ્પ પૂર્વક અર્પણ કર્યું છે, આથી હું માતુશ્રી ? આપ હદયમાં જરાપણ ખોટું લગાડશો નહિ જેના યેગે પ્રાપ્ત થનારા પૂણ્યના બદલામાં આઠગણું પૂણ્ય ત્રણે કુળને પ્રાપ્ત થયું છે એને આપના ત્રણે કુળના દોષનું નિવારણ આ જાતના દાનથી થયું છે એમ આપે નિશ્ચય માનવું.
આ પ્રમાણે પુરોહિતનો ખુલાસો મેળવનાર અને તેની વફાદારી નજરોનજર જેનાર રાજમાતાએ, આ પુહિતના કુટુંબને એવી રીતના દાનથી સંપિત કર્યું કે, જેથી તેની સાત પેઢીઓ તરી જાય. આ બ્રેહાદેવ ૫ણ રાજયમાતાને શુભાશિષ દઈ નિત્યકર્મમાં પ્રવૃત્ત થયા.
પ્રતિજ્ઞાની પૂર્ણાહુતી
આ પ્રસંગે રાજમાતા મીનલદેવીને તેમની લગભગ ૫૦ વર્ષ ઉપરાંતની પૂખ્ત વયે પ્રાપ્ત થયો હતો. આ ઘટના બાદ મહારાણી મીનલ દેવીના હૃદયમાં તરતજ પિતાના પૂર્વ જન્મની બાહુલેદતીર્થની લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. અને સોમેશ્વરથી અણહિલપુર પધારતાંજ (રાજપુત્ર) મહારાજા સિધારાજને તેમણે જણાવ્યું કે, ઉપરોકત તીર્થની યાત્રાએ જવું છે. જેનો પૂરતો પ્રબંધ કરી આપે. તેમજ મારી પૂર્વજન્મની પ્રતિજ્ઞાના પાલન અર્થે
રાજ્ય તરફથી જે સ્નાનકર લેવામાં આવે છે તે કર નાબુદ કરવાનું રાજ્ય ફરમાન પણ મને લખી આપ” કે જેથી રાજયમાતા તરીકેની મારી સાર્થકતા થાય. તેમજ મારા નિયાણાના ફળની પ્રાપ્તિ થાય.