________________
રાજકુમારનુ આદર્શ લિદાન] *
૬૭
ચાલતા આવેલા રિવાજ પ્રમાણે, આ સમયે (રાજયનેા ભાગ) બટાઇ આપવાને અશકિત દર્શાવી. સર્વે ખેડુતાએ પાટણ જઈ ત્યાંના મહાજનને વિન ંતિ કરી કે, “આ સમયે અમારા બચાવ કરવામાં નહિ આવે તે અમારાં બાળબચ્ચાં ભૂખે મરી જશે. સુકાળમાં અમે રાજયને વફાદાર રહી આજ સુધી ખટાઇ આપવાને ચૂકયા નથી. આવતે વર્ષે આ વર્ષની ખટાઇ અમે રાજયને ભરી દેશું તે અમને રાજય-અમલદારા તરફથી કનડગત થવી ન જોઇએ. આપ સર્વે મહાજન શ્રી મહારાજાધિરાજ ભીમદેવને અમારી અર્જ જણાવી, અમને તેમના કૃપાપાત્ર બનાવે.”
મહાજનના અગ્રણીઓએ ખેડુતને જોઇતી રાહત મહારાજાધિરાજ પાસેથી અપાવવાનું વચન આપ્યું. તે મહારાજાને મળવા સર્વે મહેલમાં ગયા. તેઓએ મહારાજાને વિનંતી કરી અને તેના સાષકારક જવાબની રાહ જોવા લાગ્યા.
કર માટે
મહારાજાધિરાજને જવાબ મળે તે પૂર્વે જ સંજોગવશાત્ એવુ બન્યં કે, પાટવીકુ ંવર મૂળરાજનું ત્યાં આગમન થયું. મહારાજાધિરાજને નમન કરી મૂળરાજદેવે જણાવ્યું કે, “હે પિતાજી ! હું આજે ક્રૂરતા કરતા એક કણબી કુટુ'બનાં ખેતરોમાં જ ચડયા. જયાં કર ઉધરાવનારા અમલદારાને ખેડુતો પર બેહદ જુલમ ગુજારતા મેં જોયા, એ સ્થાને શુ બને છે તે શાંતિપૂર્વક મે જોયા કર્યું. આ અમલદારા જ્યાં કર ઉધરાવતા હતા ત્યાં ખેડુતાનાં સ્ત્રી-બાળકા કરગરીને રુદન કરી રહ્યાં હતાં. તે કહેતાં હતાં કે ‘આજ એ પેઢીથી અમે રાજયને કર ભરતાં આવ્યાં છીએ. સંજોગવાત્ વરસાદ ન પડવાથી અમે બટાઇ જેટલી રકમ પણ આપવાને આજે તદ્દન અશકત છીએ. ’
r
“ત્યારે અમલદારે નિર્દયતાથી જણાવ્યું કે, ‘તમારાં બાળબચ્ચાં વેચીને પણ રાજયના કર ભરી આપેા.’
“આ સમયની પેલા ખેડુતોની કરુણાજનક સ્થિતિ હું મારી નજરે જોઇ ન શકયા. અને મને તેએના પર દયા ઉત્પન્ન થઇ, મેં તરતજ મારે! ગુપ્ત ખેડુતના વેશ તજી, રાજમુદ્રા બતાવી અમલદારાને જણાવ્યું કે—
'
* સરદાર ! આ પ્રમાણે કહેવું તે ગરવી ગુજરના અમલદારેને શે।ભતું નથી. શું સમુદ્ર માઝા મૂકી છે ? અરે ! આ બિચારા ખેડુતા