________________
[ મહાન ગુજરાત જ્યાં સુધી હું તેલંગના સેનાપતિ બારપને જીતીને પાછો આવું ત્યાં સુધી તમારે શાંતિ ધારણ કરી રહેવું; કારણે મારે તમારી સાથે મિત્ર રાજવી તરી સંધિ જ કરવી છે. તમને અન્ય કઈ રીતે હેરાન કરવા નથી.”
મૂળરાજની વીરતા પર પ્રસન્ન થએલ રાજવીએ મૂળરાજને જમવાનું આમંત્રણ આપ્યું પણ તેને સ્વીકાર ન કરતાં તુરતજ મૂળરાજ મારતે સાંઢે ભારે લશ્કર સહિત સેનાપતિ બારપના લશ્કર પર તુટી પડશે. તેને મારી તેના દસ હજાર ઘોડા તથા અઢાર હાથીઓ લૂંટી લઈ જ્યાં છાવણીમાં જ મૂળરાજ વિજયી તરીકે મુકામ કરે છે ત્યાં તે સમાચાર મળ્યા કે સપાદલક્ષને રાજવી નાસી ગયે છે.
(૩) આ પ્રમાણે રણક્ષેત્રમાં દુશ્મનની છાવણીમાં વીરતાથી ઘુસી જીવન જોખમે ગુર્જરભૂમિ અને સોલંકી રાજવંશની કીર્તિને ગજવનાર મૂળરાજે પાટણમાં મૂળરાજ વસહિકા કરાવી. મૂળદેવ સ્વામીનું મંદિર બંધાવ્યું તેમજ મંડલીનગરમાં મૂળેશ્વર મહાદેવનું દેવાલય બાંધ્યું.
મૂળરાજ સોમેશ્વર મહાદેવને પરમ ભકત હતું, જેથી મહાદેવે તેના પર પ્રસન્ન થઈ પાટણમાં પિતાનું સ્વરૂપે પ્રગટ કર્યું. શીવ સાથે સાગરના પાણી પ્રભાસ પાટણથી આવેલ હોવાથી પાટણના બધાં જળાશયોમાં પાણી ખારાં થયાં. સેમેશ્વર મહાદેવની સ્થાપનાં અર્થે પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ નામનું મંદિર બંધાવ્યું. અને જીવનની અંતીમ સાર્થકતા અર્થે મૂળરાજ સિદ્ધપુર જઈ વસ્ય, જ્યાં પણ તેણે એક દેવળ બંધાવવાની શરૂઆત કરી.
અહીં સરસ્વતી નદીનાં વહેણ વહે છે ને તેને અહીં જળપ્રવાહને મહિમા વધારે ગણવામાં આવે છે. પિતાના અંતિમ સમયે તીર્થવાસી બ્રાહ્મણને દાન અને મહાદાન આપી, પોતાના પુત્ર ચામુડરાયને પિતાના હાથે રાજગાદી અર્પણ કરી સિધ્ધરાજે દેહત્યાગ કર્યો.
આ પ્રમાણે મૂળરાજે ૫૫ વર્ષ સુધી રાજ કર્યું.
મૂળરાજ પછી તેના પુત્ર ચામુંડરાયે સંવત ૧૦૫૩ થી ૧૩ વર્ષ સુધી રાજ્ય કર્યું. તેણે પાટણમાં ચંદનનાથદેવ તથા આમિણેશ્વર મહાદેવનાં મંદિર બંધાવ્યાં. તેના રાજ અમલ દરમિયાન કોઈ મહત્તવતાભરી ઘટનાની નોંધ મળતી નથી પણ તે સરળ સ્વભાવને ને મળતાવડો હતે એવી નેધ પ્રાપ્ત થાય છે.