________________
[ મહાન ગુજરાત
જે આ ગ્રંથના આધારે ગુર્જર વ્યાકરણની રચના થાય તે ગુજરાતના જૈન મુનિ મહારાજે તેમજ વિદ્વાન શાસ્ત્રીઓ માટે પ્રાચીન ગ્રંથનું વાંચન અને અધ્યયન શુદ્ધ અને સરળ થઈ શકે તેમ છે.
પરંતુ ભવિતવ્યતાને વેગે શ્રીસુરાચાર્યજીને માલવથી મહામુશીબતે વિહાર કરે પડે, અને માલવમાં રહી વ્યાકરણ-રચનાનું તેમનું ધોરલ કાર્ય અધુરૂં રહ્યું ને અધવચ્ચે જીવનને જોખમે કુંભારના વેશે પાટણ આવવું પડયું.
શ્રી સૂરાચાર્યજી અને જૈન મુનિ મહારાજેએ પાટણ આવી મહારાજા ભીમદેવ અને જન મહાજનને માલવમાં બનેલ સર્વ ઘટનાઓ કહી સંભળાવી અને કહ્યું કે, “જે થાય છે તે સારા માટે”. હવે પાટણમાં રહી ગુજ૨ વ્યાકરણની રચના એક ધ્યાને ઉચ્ચ કોટિની થઈ શકશે. પછી સંવત ૧૦૮૦ ના ગાળામાં શ્રી જીનેશ્વર સૂરિજી તેમજ શ્રી બુદ્ધિસાગરજીએ એકત્રીત થઈ ૮૦૦૦
શ્લોકપ્રમાણુ બુદ્ધિસાગર નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી. તેમજ લક્ષણ નામના ન્યાયશાસ્ત્રના ગ્રંથની રચના થઈ. આ બન્ને કૃતિઓ આ કાળે અતિ ઉપયોગી થઈ પડી.
તેમના શિષ્ય નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિએ સમંતિ-તર્ક નામના ગ્રંથની રચના કરી.
આ પ્રમાણે ત્રણે મહાન ગ્રંથે મહારાજા ભેજના સમકાલે ગુજરાતમાં રચાયા ને મહત્વના મનાયા.
મહારાજા ભીમદેવના રાજદરબારના કવિન્દ્રવાદી ચક્રવતી શ્રી શાંતિસૂરિ મહારાજનું અપૂર્વ ગૌરવ હતું. તેમના સમકાળે ભેજરાજના દરબારમાં સરસ્વતિ બિરૂદધારી ધનપાલ કવિએ તિલકમંજરી નામના અદ્ભુત અને અને પ્રાભાવિક ગ્રંથની રચના કરી. શ્રી શાંતિસૂરિજીએ આ ગ્રંથને વાંગમય સાહિત્યમાં વ્યાકરણની શુદ્ધિ પૂર્વક સુધારી આયો હતે.
આ ગ્રંથ મહાકવિ ધનપાળ માટે કસોટીરૂપ બન્યો હતો, જે માટે સ્વમાનની રક્ષા અથે કવીશ્વરજીને માલવને ઘણાં વર્ષો સુધી ત્યાગ કરે પડે. હતો. જો કે આ ગ્રંથની રચનાની અણમેલતાની ખાતરી મહારાજા ભોજને પૂરતી રીતે થઈ ચૂકી હતી.