________________
૪૨
[ મહાન ગુજરાત શ્રી જિન ભગણિછ ક્ષમાશ્રમણ વિ. સંવત ૬૪પ થી ૬૮૫ આ પ્રભાવિક યુગપ્રધાન આચાર્ય દેવે સંક્ષિપ્ત જિન કલ્પ–“
વિખ્યા વશ્યક ભાષ્ય. ધ્યાનશતક-બહસંગ્રહણું-ક્ષેત્રસમાસ વિગેરે ગ્રંથ રચ્યા છે. તેઓનું ૧૦૪ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયું હતું.
(૪) શ્રી બપ્પભટ્ટી સરિ તથા આમરાજા વિ. સંવત ૮૦૦થી ૮૫
ગુજરાતના પાટલા નામે નગરમાં જિતશત્ર નામે રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં શ્રી સિદ્ધસેનજી નામે મહાન જૈનાચાર્ય વસતા હતા.
અહીંથી એક દીવસ આ આચાર્યદેવ મહેશ નામે ગામમાં વરપ્રભુની પ્રતિમાનાં દર્શને ગયાં. જ્યાં એ દીવસ રાત્રીના ચોથા પ્રહરે તેમણે સર્વપ્નમાં ચૈત્યના શિખર પર એક સિંહના બચ્ચાને જે. ',
આ ઉચ્ચ કોટીના સ્વપ્ન બાદ તેઓ પ્રભુના ધ્યાનમાં મસ્ત રહ્યા. સ્વપ્ન ફળાધિશના જાણકાર, સિદ્ધાંત પારંગામી, આ સૂરિશ્વરજીને સ્વનિનું ફળ એક ઉત્તમ શિષ્યની પ્રાપ્તિમાં થશે એમ જણાયું. પ્રભાતે આચાર્યદેવ પ્રભુનાં દર્શને જિનાલયમાં ગયા. જ્યાં તેમની દૃષ્ટિએ ઉચ્ચ કેટીના લક્ષણ યુક્ત એક દશ વર્ષનો બાળકુમાર ચઢ. આચાર્યદેવે બાળકને પૂછયું કે, “તું કયાંથી આવ્યું છે? અને તારું નામ શું છે ત્યારે તે બાળકે જણાવ્યું કે મારું નામ બમ્પ છે અને હું પાંચાળ દેશના રહેવાસી ભદ્રીને પુત્ર છું. . . - - - -
બાળકના શારીરિક લક્ષણો, તેની તેજોમય કાંતિ, અને વાકચાતુર્ય પરથી સુરિશ્રીને સમજાયું કે, જરૂર આ બાળક શાસન પ્રભાવક બનશે ત્યારે તેમણે બાળકને પ્રેમથી કહ્યું કે “હે બંપકુમાર ” તું મારી પાસે રહે તો! હું તને ઉચ્ચ કોટીને શાસ્ત્રાભ્યાસ કરાવું.બાળકે હા પાડી. તેમજ જે સગાંને ત્યાં આ બાળક આવ્યો હતો તે સગાંઓએ તેના માતાપિતાની આજ્ઞા મેળવી. આ બાળકને સુરિશ્રી પાસે શિક્ષણાર્થે મૂ. : 1
શિષ્ય પદને લાયક આવશ્યક ક્રિયાઓ અને સૂત્રોથી જાણકાર થએલ. એવા બમ્પ શિષ્યને વિ. સંવત ૮૦૭ ના વૈશાખ સુદ ૩ ને ગુરૂવારે શ્રી સિધ્ધસેન સૂરીજીએ બ૫ ગામમાં જઈ, તેના માતાપિતાની આજ્ઞા મેળવી દીક્ષા આપી, તેનું નામ તેના માતાપિતાના આગ્રહથી બપ્પભટ્ટ એવું રાખ્યું. પછી