________________
૫૪
[મહાન ગુજરાત નેટ-રત્નશખર નામના ગ્રંથમાં ચાંપાશેઠ માટે નીચે પ્રમાણેની નોંધ મળે છે
गौरात्र मिहं राज्यं वनराजात प्रमृत्य भूत । स्थापितं जैन मंत्रौधै स्तद् द्वेषि नैवनन्हति ॥
આ ચાંપાનું બીજું નામ જાબમંત્રી તરીકે ઈતિહાસને પાને અમર થયું છે. તેણે પાવાગઢ પાસે ચાંપાનેર વસાવ્યું. વનરાજને રાજતિલક કરનાર શ્રીદેવી પણ ન હતાં. વનરાજે ગાંભુમાં વસેલ પિતાના ઉપકારી નીના શેઠને પાટણમાં લાવી સેનાધિપતિ બનાવ્યું.
અહીં મતાંતરે અથવા ઈતિહાસકારોની ભૂલભૂલામણીમાં બે અલગ અલગ નામો ઈતિહાસકારે રજૂ કરે છે. જેની સમાલોચના કરતાં જૈન ઈતિહાસકાર સ્વર્ગસ્થ શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ જણાવે છે કે, જાબ અને ચાંપાશેઠ એ બંને એક જ વ્યક્તિ સંભવી શકે છે. અને તેઓ શ્રીમાળ (જૈન) જ્ઞાતિના હતા. આ ઘટનાને અમે પણ માન્ય રાખીએ છીએ.