________________
પર
*
[ મહાન ગુજરાત પછી વનરાજ અને પ્રધાન તે ગોવાળની સાથે ગયા. આ ભરવાડની સાથે એક કુતરો હતો. ગોવાળના સંકેતસ્થાન પર એક સસલાએ અચાનક કૂતરા પર હુમલે કર્યો. તેથી કૂતરો ભય પામીને નાસવા લાગે.
આ પ્રમાણેની આશ્ચર્યયુકત ઘટના નિહાળી વનરાજે આ ભૂમિમાં જ નગર વસાવવાનો નિશ્ચય કર્યો. અને ત્યાં અણહિલ નામના આ શેવાળના નામ પરથી શુભદિને, શુભ મુહૂર્ત વનરાજે અણહિલપુરપાટણ નામે નગર વસાવ્યું. ચાવડાવંશના મહાન પરાક્રમી રાજા વનરાજે સંવત ૮૦૨માં અણહિલપુર પાટણમાં જ રાજગાદીની સ્થાપના કરી. અને પંચાસરની રાજધાની ત્યાં લાવીને વનરાજ અને રાજકુટુંબે પણ પાટણમાં જ નિવાસ કર્યો.
(૨) આ સમયે વનરાજને પરમ ઉપકારી ગુરુ મહારાજ શ્રી. શિલગુણસરિયાદ આવ્યા; જેથી તેમને નવા નગરમાં સામેયું કરી વિનયપૂર્વક પ્રવેશ કરાવી કરી કહ્યું કે, “હે ભગવન! આપની સહાયતાથી મને રાજય મળ્યું છે. માટે મને આપ આજ્ઞા કરી કે હવે શું ધર્મકાર્ય કરું ?
ત્યારે સુરિશ્વરે જણાવ્યું કે “રાજન ! જિનમંદિર બંધાવવાથી ઘણું પુણ્ય થાય છે, તે સાંભળી વનરાજે પંચાસરમાં અત્યંત મનોહર શ્રી. પંચાસરા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું અને તેમાં શ્રી. પાર્શ્વનાથની તેમજ પિતાની છત્રયુકત મૂર્તિ સ્થાપિત કરી. આજે પણ આ બંને પ્રતિમાઓ વિદ્યમાન છે, વનરાજે ૬૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. તે દરમિયાનમાં સૂરિશ્વરજીના પ્રતિબોધે વનરાજે જૈન શાસનની પ્રભાવના ઘણી જ વધારી અને વફાદાર એશાનબાજ ચાંપા પ્રધાનના નામ પરથી વનરાજે ચાંપાપુરી પણ વસાવ્યું હતું.
પાટણના રાજદરબારમાં શ્રીમાળી અમામાંથી પિરવાડ થએલા અમાત્યનું ચલણું ઘણું જ સારું ગણાતું, જેમણે વિદ્યાગચ્છ માટે શ્રી ઋષભદેવનું મંદિર બનાવ્યું. પિોરવાડ જાતિને સંઘટિત કરનાર શ્રીહરિભદ્રસૂરિ વિદ ગચ્છના હતા.
બાલ્યાવસ્થાથી જ વનરાજને ચૈત્યવાસી જૈન સાધુ શ્રી. શિલગુણસરિ મતાંતરે દેવચંદ્રસૂરિએ આશ્રય આપી પિષેલ હતું. જે સરિએ પંચાસરમાં વનરાજનાં રાજયાભિષેકસમયે ઉપકારના બદલામાં અન્ય સંપ્રદાયોના ભયથી