________________
[ મહાન ગુજરાત નટીના સ્વરૂપમાં મુગ્ધ થએલ રાજવીએ લજજા અને મર્યાદાનો ત્યાગ કને, નટીનાં સ્વરૂપમાં તે મુગ્ધ બને.
સુરિશ્રી પણ, બહુજ ચપળ અને ચાણકય હતા. જેમણે રાજાની દુરાચારી વૃત્તિ જાણી. તરતજ તેમને પ્રતિબોધાર્થે ગવૈયાનાં કાવ્ય કરતાં ઉંચ્ચ પ્રતિબંધક વૈરાગ્યમય કાવ્યની રચના તાત્કાલિક કરી, રાજમહેલનાં દ્વાર પર ચર પુરૂષ મારફતે કાવ્ય લખાવ્યાં. જેને વાંચતાં આ રાજવીને પશ્ચાતાપ થયો. અને તેને એમ લાગ્યું કે, આ કાર્ય જરૂર મારા ગુરુદેવનું જ છે કે, જેમણે મને ડુબતાં ખરેખર બચાવ્યું છે . જેને અત્યંત પશ્ચાતાપ થયો. પિતાનું શરમીંદુ મુખ ઉપકારી સૂરીશ્રીને બતલાવવામાં તેને અત્યંત શરમ આવી. અને તેણે ચીતા પ્રવેશ કરવાની ઈચ્છા આત્મવર્ગને પ્રર્દર્શિત કરી.
આ વૃત્તાંત નગરમાં પ્રસર્યો અને તે વાત સૂરિશ્રીને કાને આવી. જેમણે ' જાતે મહેલમાં જઈ આમ રાજવીને આ સર્વે ઘટની ભવિતવ્યતાના ગે બની જણાવી પ્રતિબોધી અખંડ સ્વદારા વ્રતધારી બનાવ્યો
ત્યાર પછી આમ રાજાની સલાહથી સરિશ્રીએ મથુરામાં જઈ ત્યાંના શિવમાગ વાકપતિ નામે લેગીને પ્રતિબોધી જેન બનાવ્યો.
- ત્યાંથી પાછા વિહાર કરી સૂરિશ્રી કાન્યકુજ આવ્યા. અહીં આચાર્ય દેવના ઉપદેશથી રજવીએ કનોજ-મથુરા-અણહિલપુર પાટણ, સતારક નગર, અને મેઢેરા આદી અનેક શહેરમાં જન મંદીરો બંધાવ્યા. અને પિતે બાર વ્રતધારી જન રાજવી બને જેણે જેને ધર્મની પ્રભાવના ઘણીજ સારી કરી.
આ બપ્પભટ સૂરિશ્રીનો જન્મ વિક્રમ સંવત ૮૦૦ના ભાદરવા સુદ ૩ ને રવિવારે થયું હતું જેમણે ૯૫ વર્ષનું આયુષ્ય ભેગવી વિ. સંવત ૮૫ માં પિતાની પાટે તેમના વિદ્વાન શિષ્ય નમ્નસૂરીને સ્થાપિત કરી, તથા ગોવિંદસરીને પણ તેઓએ પૂર્ણ પ્રભાવિક કરી. મોઢેરામાં સ્વર્ગવાસ કર્યો. જેમના ઉપદેશથી આમ રાજાના પૌત્ર ભેજ રાજાએ પણ જૈન શાસનની ઘણી સારી પ્રભાવના કરી હતી.