________________
મહાન ગુજરાતના પ્રાણપ્રણેતાઓ * સૂરીજીએ આ શિષ્યને એગ્ય જાણી મઢેરા ગામમાં મહાન સારસ્વત મહામંત્ર આ. કુમાર અવસ્થામાંય બપ્પભટ્ટ મુની પણ થોડા જ દિવસમાં અનેક સૂત્રોના પારંગામી બન્યા. - એક દીવસ મોઢેરામાં સરસ્વતી નદીને કાંઠે અધિક જ્ઞાનની પ્રાપ્તિ અર્થે સરસ્વતી માતાને સંતુષ્ટ કરવા બપ્પભટ્ટ મંત્ર જાપ ચાલુ કર્યો. આ આરાધનાથી સંતુષ્ટ થએલ સરસ્વતી માતા ગંગા સ્નાનથી શુદ્ધ થઈ કપડાં પહેરતાંજ ત્યાં હાજર થયાં. જેમનું શરીર પુરી રીતે વસ્ત્રોથી ઢંકાએલ નથી એવા સરસ્વતી માતાને પોતાની સન્મુખજોઈ. માતાનું સન્માન જાળવવા બમ્પ ભટ્ટીએ પોતાનું મુખ ફેરવ્યું. બપભટ્ટના વિનયથી પ્રસન્ન થએલ દેવી સરસ્વતીએ બપનાં વિનય અને બ્રહ્મચર્યની પ્રશંસા કરતાં કહ્યું કે હે વત્સ? “ધારેલ મને ઈચ્છા પ્રમાણે તું ધાર્મિક કાર્યો કરી શકશે. જ્યારે જ્યારે તને મારી મદદની ’ જરૂર જણાય ત્યારે ત્યારે હું તને પ્રસન્ન થઈ યોગ્ય મદદ કરીશ.”
આ પ્રમાણેનું વરદાન દઈ માતા અંતરધ્યાન થયા. એક સમયે મોઢેરા ગામમાં વરસાદનાં દીવસોમાં બપ્પભટ્ટસૂરિ ગામની બહાર ગયા હતા. એવામાં મૂશળધાર વરસાદ થવાથી તેઓ ગામના સીમાડા પર આવેલ ચૈત્યમાં જઈ ઉભા. ત્યાં તેમણે એક યુવાન પુરૂષને શોકમાં ડુબેલ દીઠે.
વરસાદ બંધ થયા બાદ સુરિશ્રીએ આ દુ:ખી યુવાનને ઉપાશ્રયે લાવી શાંતિ દેતાં કહ્યું કે, “હે મહાન ભાગ્યશાળી આપ કોણ છો ! અને કયાંથી આવો છે ? અને આમ દુ:ખી થવાનું કારણ શું છે !
ત્યારે યુવાને કહ્યું કે, “મૌર્ય વંશના ચંદ્રગુપ્ત રાજાના ગોત્ર અને કાન્યકુજ દેશના યશોવર્મા રાજવીને હું પુત્ર છું. મારું નામ “આમ” છે. સૂરિશ્રીને ઘણા વર્ષો પૂર્વેની એક ઘટના આ સમયે યાદ આવી કે જે સમયે આ બાળક છ માસનો જ હતું ત્યારે પીળુ વૃક્ષ નીચે ઝોળીમાં સુતેલ હતો. બાળક પર મધ્યાહ થઈ જવા છતાં આ વૃક્ષની છાયા અચલિત રહી હતી. જેના યોગે આ સૂરિએ નિધાન બાંધ્યું હતું કે, આ ભાગ્યશાળી છવ કોઈ ભાગ્યવિધાતા થવાને છે. એવામાં જેની માતા નજદીકના વૃક્ષોના ફળો વીણતી હતી તે દાસી સહિત ત્યાં આવી ચઢી. ત્યારે, તેને સૂરિશ્રીએ પૂછતાં તેણીએ જણાવ્યું કે, કાન્યકુજના રાજવી વર્માની તે રાણું છે. શકયની ઈર્ષ્યાથી તાજાએલ વનમાં બાળકુમારને રક્ષણ નિવાસ કરે છે.