________________
પ્રકરણ ૯ મું.
મહાન ગુજરાતના પ્રાણ પ્રણેતા ધર્માચાર્યો
(૧)
શ્રી દેલા મહત્તર સૂરી વિ. સં. ૬૦૦:- આ મહાન આચાર્ય સુરાચાર્યજીના શિષ્ય તથા શ્રી દુર્ગસ્વામીના ગુરૂ હતા. જેઓ નિવૃત્તિકુળમાં ઉત્પન્ન થએલા, જ્ઞાતે બ્રાહ્મણ હતા. જ્યોતિષમાં તેઓ પારંગામી હતા. જેઓને મૂખ્ય વિહાર લાટ દેશમાં ગણુતે. જ્યાં તેમણે અનેકેને પ્રતિબોધ્યા હતા.
શ્રી દુર્ગાસ્વામી ૧૦ સંવત ૬૦:–
આ સૂરીશ્વરજી શ્રીદેલા મહત્તર સૂરીશ્વરજીના શિષ્ય અને સિદ્ધર્ષિ મહારાજના ગુરૂભાઈ હતા. તેમને વૈરાગ્ય ઉત્પન્ન થતા, અઢળક દ્રવ્ય સંપત્તિ તેમજ પિતાની પત્નીનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. આ સુરિશ્વરજીને “રણ” નામની વિદ્વાન શિષ્યણી હતી. તેણીએ “ઉપમિતિ ભવપ્રપંચની પ્રથમ આવૃત્તિ રચી હતી. આ સુરિશ્વરજીનો સ્વર્ગવાસ ભિલમાલ નામે નગરમાં થયો હતો. આ ગ્રંથને ગુજરાતીમાં અનુવાદ વિદ્વાન સાહિત્યકાર શ્રી મતીચંદ ગીરધર કાપડીયા સોલીસીટરે કર્યો છે. જેમની આ કૃતિ લોકપ્રિય બની છે.
રવિભસૂરિ વિ. સંવત ૭૦૦
આ મહાન પ્રભાવિક આચાર્ય શ્રી મહાવીર પ્રભુની ૩૦મી પાટે થયા હતા. તેમણે વિ. સંવત ૭૦૦ માં નાડોલનગરના જનમંદિરમાં શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી.